સચીનના દીકરા અર્જૂન તેંદુલકરનું ડેબ્યૂ નક્કી, આ ટીમ સામે IPLની પ્રથમ મેચ રમશે, જાણો
22 વર્ષીય અર્જૂન તેંદુલકર IPLની 15મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. મુંબઇ ઇન્ડિયન્સે તેને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. અર્જૂન આઇપીએલ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે,
IPL 15- ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મુંબઇ અને ગુજરાત વચ્ચે જબરદસ્ત મેચ જોવા મળી શકે છે. ખાસ વાત છે, એકબાજુ સતત હાર બાદ જીત સાથે આત્મવિશ્વાસ સામે મુંબઇ ઇન્ડિયન્સ મેદાનમાં ઉતરશે, તો બીજુબાજુ જીત બાદ હાર મળતા ફરી એકવાર જીતના પાટા પર આવવા ગુજરાતની ટીમ પ્રયાસ કરશે. પરંતુ મેચ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે કે સચીન તેંદુલકરનો દીકરો અર્જૂન તેંદુલકર આજની મેચમાં ડેબ્યૂ કરી શકે છે. આ વાત ખુદ કૉચ મહિલા જયવર્ધને એક સવાલના જવાબ આપતા કહી છે
22 વર્ષીય અર્જૂન તેંદુલકર IPLની 15મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. મુંબઇ ઇન્ડિયન્સે તેને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. અર્જૂન આઇપીએલ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે, અર્જૂને નેટમાં પણ સારી બૉલિંગ પ્રેક્ટિસ કરી છે, અને હવે તેનો રમવાનો મોકો મળી શકે છે.
મુંબઇની સતત હાર અને બેન્ચ સ્ટ્રેન્થને અજમાવાના એક સવાલ પર મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્દને (Mahela Jayawardene)એ એક મોટુ નિવેદન આપ્યુ છે. જ્યારે જયવર્ધનનેને અર્જૂન તેંદુલકરના ડેબ્યૂ સાથે જોડાયેલા સવાલ કરવામાં આવ્યો તો તેમને કહ્યું - મને લાગે છે કે ટીમના દરેક ખેલાડી પાસે એક વિકલ્પ છે. આપણે જોઈશું કે વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે. અમે મેચ કેવી રીતે જીતી શકીએ તેની પ્રાથમિકતા છે. અમારી પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે અમે યોગ્ય મેચ મેળવીએ.
તેમને વધુમાં કહ્યું કે, - મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ પર રિસ્ક લેવા માટે જાણીતી છે. આ વખતે ફ્રેન્ચાઈઝીએ દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ અને તિલક વર્માને તક આપી છે. બંનેનુ નિર્ણાયક સમયે સારું પ્રદર્શન છે. અમે હંમેશા શ્રેષ્ઠ ખેલાડીઓને મેદાનમાં ઉતારવામાં પ્રયાસ કરીએ છીએ, જો અર્જૂન તેંદુલકર તેમાંથી એક છે તો અમે વિચારણા કરીશું. પરંતુ તે બધુ ટીમ કોમ્બિનેશન પર નિર્ભર કરે છે. જયવર્ધનેના આ નિવેદન પરથી કહી શકાય કે આજે અર્જૂન તેંદુલકરનુ આઇપીએલ ડેબ્યૂ થઇ શકે છે.
Press Conference time 🗣️
— Mumbai Indians (@mipaltan) May 5, 2022
📽️ Watch as Mahela Jayawardene answers questions from the media ahead of #GTvMI #OneFamily #DilKholKe #MumbaiIndians @MahelaJay MI TVhttps://t.co/NrnNhQyOAc
આ પણ વાંચો.............
રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી
Chardham Yatra 2022: કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા, એક દિવસમાં 12 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે
મોંઘવારીનો માર: નહાવાના સાબુથી લઈ ક્રીમ-પાઉડર થયા મોંઘા, આ કંપનીએ પ્રોડક્ટના ભાવમાં કર્યો વધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ
ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે
નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું