રોહિત શર્મા અને વિરાટ કોહલીના ખરાબ ફોર્મને લઇને સૌરવ ગાંગુલીએ શું આપ્યું મોટુ નિવેદન?
આ સિઝનમાં અત્યાર સુધીમાં કોહલી 9 મેચમાં માત્ર 16 રનની એવરેજથી 128 રન બનાવી શક્યો છે
નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ઇન્ડિયન પ્રિમિયર લીગની વર્તમાન સીઝનમાં પણ યથાવત છે. વિરાટ કોહલી આઇપીએલમાં પણ કોઇ મોટી ઇનિંગ રમી શકી નથી. IPLની આ સિઝનમાં અત્યાર સુધીમાં કોહલી 9 મેચમાં માત્ર 16 રનની એવરેજથી 128 રન બનાવી શક્યો છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ 119.62 રહ્યો છે.
આ સિઝનમાં તે સતત બે વખત શૂન્ય પર આઉટ થયો છે. છેલ્લી પાંચ ઇનિંગ્સમાં તેનો સ્કોર 1, 12, 0, 0 અને 9 રહ્યો છે. છેલ્લી મેચમાં તેણે નવ રન બનાવ્યા હતા. વિરાટ તેની કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.
સુનીલ ગાવસ્કરથી લઈને રવિ શાસ્ત્રી અને યુવરાજ સિંહ સુધી ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ અને ક્રિકેટ નિષ્ણાતોએ વિરાટ કોહલીના ખરાબ ફોર્મ અંગે વાત કરી છે. હવે આ યાદીમાં BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી પણ સામેલ થઈ ગયા છે. વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર ગાંગુલીએ કહ્યું કે 'મને ખબર નથી કે વિરાટના મગજમાં શું ચાલી રહ્યું છે. પરંતુ મને ખાતરી છે કે તે તેનું ફોર્મ ઝડપથી પરત મેળવશે અને સારા રન બનાવશે. તે એક મહાન ખેલાડી છે.
આ સાથે ગાંગુલીએ રોહિત શર્મા અંગે પણ વાત કરી હતી. રોહિત શર્મા પણ આ IPLની 8 મેચમાં માત્ર 19.13ની એવરેજથી 153 રન બનાવી શક્યો છે. રોહિતનો સ્ટ્રાઈક રેટ પણ 126.44 સુધી રહ્યો છે. રોહિત શર્માના ખરાબ ફોર્મ પર ગાંગુલીએ કહ્યું હતું કે તેઓ (રોહિત અને વિરાટ) શાનદાર ખેલાડી છે અને મને ખાતરી છે કે આ બંને પોતાની લય ઝડપથી મેળવી લેશે. આશા છે કે થોડા સમયમાં તેઓ મોટી ઇનિંગ રમશે.
BANASKANTHA : સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે અખાત્રીજથી ખેડૂતો ધરણાં કરશે
11 વખત ધારાસભ્ય બનેલા કોંગ્રેસના આ નેતાએ 2022માં ચૂંટણી ન લડવાની કરી જાહેરાત, જાણો કોણ છે આ ધારાસભ્ય
રાજ્યના 80 લાખ કુટુંબોના 4 કરોડ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અપાશે