શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રાજ્યના 80 લાખ કુટુંબોના 4 કરોડ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અપાશે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે યોજનાનો લાભ રાજ્યના છેવાડાના નાગરિકો લઈ શકે એ પ્રકારનું આયોજન અને પરિણામલક્ષી કામગીરી હાથ ધરવા માર્ગદર્શક સુચનાઓ આપી હતી.

GANDHINAGAR : રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને અને રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમીષાબેન સુથારની ઉપસ્થિતિમાં તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે 'પી.એમ.જે.એ.વાય.–મા' યોજનાની તૃતીય ગવર્નિંગ બોડી ની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં આ યોજના અંતર્ગત નિયત માપદંડો પ્રમાણે રાજ્યના 80  લાખ કુટુંબો એટલે કે 4 કરોડ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી લાભાન્વિત કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે યોજનાનો લાભ રાજ્યના છેવાડાના નાગરિકો લઈ શકે એ પ્રકારનું આયોજન અને પરિણામલક્ષી કામગીરી હાથ ધરવા માર્ગદર્શક સુચનાઓ આપી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે  જણાવ્યું હતું કે દેશના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી અને વિનામૂલ્યે મળી રહે તે માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ  પ્રધાનમંત્રી જન આરોગ્ય- આયુષ્યમાન ભારત યોજના અમલી બનાવી છે.તેનો લાભ પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચાડવા આરોગ્ય તંત્ર પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં વર્ષ 2012 થી કાર્યરત મા અને મા વાત્સલ્ય યોજનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સમન્વિત કરીને PMJAY-મા યોજના કાર્યરત કરીને રાજ્યમાં યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. 

રાજ્યની 1878 સરકારી અને 766 જેટલી ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડધારક તબીબી સેવાનો લાભ મેળવી શકે છે. આ તમામ તબીબી સેવા કાર્ડધારકને કેશલેસ અને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં સામાન્ય બિમારી સાથે, અતિ મોંઘી સર્જરી તેમજ કેન્સર, કિડની, હ્રદયરોગ સંબંધિત બિમારીઓનો પણ સમાવેશ થાય છે. 

આ યોજના અંતર્ગત નિયત માપદંડો પ્રમાણે રાજ્યના 80 લાખ કુટુંબો અટલે કે 4 કરોડ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી લાભાન્વિત કરવાનો દ્રઢ સંકલ્પ છે. 

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આયુષ્યમાન કાર્ડને રાજ્યના નાગરિકો સુધી પહોંચાડવાની કામગીરીને વેગવંતી બનાવવા “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગાડ્રાઇવની શરૂઆત કરાવી છે. રાજ્યની આશા બહેનો, આંગણવાડી વર્કર્સ, પંચાયતી રાજ સંસ્થાઓના કર્મચારીઓ  જેવા પાયાના કાર્યકરો દિવસ-રાત કામગીરી કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL Auction Unsold List: હરાજીના પ્રથમ દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, વોર્નર-જોની બેયરસ્ટો પણ સામેલ

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction Unsold List: હરાજીના પ્રથમ દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, વોર્નર-જોની બેયરસ્ટો પણ સામેલ
IPL Auction Unsold List: હરાજીના પ્રથમ દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, વોર્નર-જોની બેયરસ્ટો પણ સામેલ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

Embed widget