KKR vs DC: ફિંચને પહેલાં જીવન દાન મળ્યુ,પછી ચેતન સાકરિયાએ કર્યો બોલ્ડ, જુઓ સાકરિયાની ઘાતક બોલિંગનો વીડિયો
કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન KKRની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી.
IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન KKRની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી.પરંતુ KKRની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમે 35 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. કોલકાતાની પ્રથમ વિકેટ એરોન ફિન્ચના રૂપમાં પડી હતી. ચેતન સાકરિયાએ ફિન્ચને બોલ્ડ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે આઉટ થતા પહેલા ફિન્ચને જીવન દાન પણ મળ્યું હતું.
ટોસ હાર્યા બાદ KKRના ઓપનર બેટ્સમેન ફિન્ચ અને વેંકટેશ ઐયર પ્રથમ બેટિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ફિન્ચ 7 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. ચેતન સાકરિયા દિલ્હી માટે બીજી ઓવર કરી રહ્યો હતો. આ ઓવરના બીજા બોલ પર ફિન્ચ કેચ આઉટ થતા બચી ગયો હતો. તેનો કેચ દિલ્હીના ફિલ્ડરે છોડ્યો હતો. પરંતુ આ પછી ચેતને ત્રીજા બોલ પર ફિન્ચને બોલ્ડ કર્યો હતો. આ બોલ એટલો ખતરનાક હતો કે ફિન્ચ કંઈ સમજે તે પહેલાં જ બોલ સ્ટમ્પમાં ઘૂસી ગયો હતો.
What a start🔥🔥🔥🔥 pic.twitter.com/nbnA7h7HAp
— abhishek sandikar (@ASandikar) April 28, 2022
નોંધપાત્ર વાત એ છે કે, ફિન્ચના આઉટ થયા બાદ વેંકટેશ અય્યર પણ સાકરિયાના બોલનો શિકાર બન્યો હતો. તે 12 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે આ પછી ડેબ્યૂ મેચ રમી રહેલા બાબા ઈન્દ્રજીત આઉટ થઈ ગયા હતા. તેને કુલદીપ યાદવે આઉટ કર્યો હતો. ઈન્દ્રજીત 6 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. સાથે જ સુનીલ નારાયણ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. તે પણ શૂન્ય પર કુલદીપના બોલનો શિકાર બન્યો હતો. આ રીતે કોલકાતાએ 35 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી.