GT vs SRH: હૈદરાબાદના શશાંક સિંહે ફર્ગ્યુસનની છેલ્લી ઓવરના 3 બોલ પર 3 સિક્સ ફટકારી, જુઓ વીડિયો
પહેલાં બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની શરુઆતની વિકેટ તરત પડી ગઈ હતી. પરંતુ પછી અભિષેક શર્મા અને એડન માર્કરમે બાજી સંભાળી હતી.
IPL 2022: સિઝનની 40મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પહેલાં બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની શરુઆતની વિકેટ તરત પડી ગઈ હતી. પરંતુ પછી અભિષેક શર્મા અને એડન માર્કરમે બાજી સંભાળી હતી. અભિષેકે 42 બોલમાં 65 રનની તોફાની ઈનિંગ રમી હતી. ત્યાર બાદ હૈદરાબાદની વિકેટ ઝડપથી પડી ગઈ હતી. પછી છેલ્લી ઓવરમાં શશાંક સિંહે તોફાની બેટિંગ કરીને હૈદારાબાદનો સ્કોર 195 રન પર પહોંચાડ્યો હતો.
છેલ્લી ઓવરમાં ફર્ગ્યુસન ધોવાયોઃ
શશાંક સિંહે 19મી ઓવરમાં રમવા આવ્યો હતો. તેણે 6 બોલમાં 25 રનની તોફાની બેટિંગ કરી હતી. 20મી ઓવરમાં લોકી ફર્ગ્યુસનની ઓવરમાં શશાંકે છેલ્લા 3 બોલ પર 3 સિક્સર મારી હતી. સાથે જ જાનસેને પણ 1 સિક્સર મારી હતી. આમ લોક ફર્ગ્યુસનની છેલ્લી ઓવરમાં 25 રન આવ્યા હતા. આ સાથે હૈદરાબાદનો સ્કોર 195 રન પર પહોંચી ગયો હતો. શશાંક સિંહે છેલ્લી ઓવરમાં કરેલી શાનદાર બેટિંગની સોશિયલ મીડિયા પર ખુબ પ્રસંશા થઈ હતી. છેલ્લી ઓવરનો વીડિયો પણ ખુબ વાયરલ થયો હતો.
Shashank BANGERS 🔥🧡#OrangeArmy #SRHvsGT pic.twitter.com/wpjEu3YyEQ
— Orange Army SRH (@orangearmysrh) April 27, 2022
ICYMI - Wow: Shashank Singh scoops Ferguson for an incredible SIX!
— IndianPremierLeague (@IPL) April 27, 2022
📽️📽️https://t.co/j0FYGnnBJW #TATAIPL #GTvSRH pic.twitter.com/z1OI4zKAiH
સન રાઈઝર્સ હૈદરાબાદની ટીમઃ અભિષેક શર્મા, કેન વિલિયમસન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નિકોલસ પૂરન (વિકેટ કીપર), શશાંક સિંહ, વોશિંગટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો યાનસેન, ઉમરાન મલિક, ટી નટરાજન.
ગુજરાત ટાઈટન્સની ટીમઃ રિદ્ધિમાન સાહા (વિકેટ કીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી.