IPL 2022: આજે RCB માટે મહત્વની મેચ, પ્લેઓફમાં પહોંચવા જીત જરૂરી, હરશે તો..................
આજે આઇપીએલમાં 60મી મેચમાં બેંગ્લૉરની ટક્કર ફરી એકવાર પંજાબની ટીમ સામે થવાની છે. હાલમાં આરસીબી પૉઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે,
IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને પંજાબ કિંગ્સ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે. પ્લેઓફમાં પહોંચવા માટે આજે આરસીબી માટે મહત્વની મેચ છે, જો બેંગ્લૉરની ટીમ આજે જીતી જાય છે તો પ્લેઓફ માટેની આશા જીવંત રહેશે અને જો આજે હારનો સામનો કરવો પડે છે તો ટૉપ 4માં પહોંચવુ ટીમ માટે મુશ્કેલ બની જશે.
આજે આઇપીએલમાં 60મી મેચમાં બેંગ્લૉરની ટક્કર ફરી એકવાર પંજાબની ટીમ સામે થવાની છે. હાલમાં આરસીબી પૉઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે, હજુ સુધી એક માત્ર ટીમ ગુજરાત ટાઇટન્સ જ પ્લેઓફ માટે પોતાનુ સ્થાન નક્કી કરી શકી છે. બાકીની ત્રણ જગ્યાઓ માટે હજુ ટક્કર ચાલી રહી છે.
આરસીબીએ અત્યાર સુધી 12 મેચો રમી છે, જેમાં 7માં જીત હાંસલ કરી છે,અને 5 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં આરસીબીના 14 પૉઇન્ટ છે. જો તે બચેલી 2 મેચ જીતી લેશે તો તેનુ પ્લેઓફમાં જવુ પાક્કુ થઇ જશે, અને જો પંજાબની સામે આજે હાર મળે છે, તો તેના માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બની જશે.
હાલમાં પૉઇન્ટ ટેબલમાં નંબર વન પર ગુજરાત, બાદમાં લખનઉ, રાજસ્થાન અને બેંગ્લૉરની ટીમ છે, જોકે દિલ્હીની ટીમ પણ પ્લેઓફની રેસમાં ટકેલી છે.
આ પણ વાંચો..........
Astrology Tips: ઘરની લક્ષ્મી કહેવાય છે, આ રાશિની યુવતીઓ,માતા પિતા માટે નિવડે છે ખૂબ જ ભાગ્યશાળી
Monsoon Update: આ વર્ષે ચોમાસાનું આગમન થશે વહેલું, જાણો ક્યારે પડશે પહેલો વરસાદ
સલમાન ખાનની 'ટાઈગર 3'થી લઈને અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2' સુધી, આ ફિલ્મો આવતા વર્ષે આ સમયે રિલીઝ થશે
High Inflation Rate: આઠ વર્ષમાં મોંઘવારીએ કમર તોડી નાંખી, શાકભાજી, કઠોળ, વીજળી બધું જ મોંઘું થયું