ફરી મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યો કોહલી, છતા પણ બનાવી દીધો આ રેકોર્ડ
Virat Kohli on IPL: RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ખરાબ પ્રદર્શન યથાવત છે. શુક્રવારે પંજાબ કિંગ્સ (PBKS) સામેની મેચમાં વિરાટ માત્ર 20 રન બનાવીને આઉટ થયો હતો.
IPL 2022: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ખરાબ પ્રદર્શન યથાવત છે. શુક્રવારે પંજાબ કિંગ્સ (PBKS) સામેની મેચમાં વિરાટ માત્ર 20 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કાગિસો રબાડાના હાથે રાહુલ ચહરના હાથે કેચ આઉટ થયો હતો.
જો કે આ નાની ઈનિંગ દરમિયાન વિરાટે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટ હવે IPLના ઈતિહાસમાં સાડા છ હજાર (6500) રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. વિરાટે આરસીબીની ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં હરપ્રીત બરાડની બોલ પર એક રન લઈને આ રેકોર્ડ બનાવ્યો હતો.
શિખર ધવન બીજા નંબરે
વિરાટ કોહલી સિવાય માત્ર શિખર ધવને IPLમાં 6000થી વધુ રન બનાવ્યા છે. આ યાદીમાં ડેવિડ વોર્નર 5876 રન સાથે ત્રીજા સ્થાને છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા 5829 રન સાથે ચોથા નંબર પર છે. પૂર્વ CSK ક્રિકેટર સુરેશ રૈના 5528 રન સાથે આ યાદીમાં પાંચમા સ્થાને છે.
IPL 2022માં વિરાટ કોહલી રન બનાવવામાં નિષ્ફળ
IPL 2022માં વિરાટ કોહલીએ 13 મેચમાં 19.67ની એવરેજથી 236 રન બનાવ્યા છે. આ દરમિયાન સ્ટ્રાઈક રેટ 113.46 અને સર્વશ્રેષ્ઠ સ્કોર 58 રન રહ્યો છે. IPLની વર્તમાન સિઝનમાં કોહલીએ 22 ફોર અને 5 સિક્સર ફટકારી છે. IPL 2022માં વિરાટ કોહલી ત્રણ વખત ઝીરોમાં આઉટ થયો છે. વર્તમાન સિઝનમાં કોહલીની બેટિંગ એવરેજ (19.67) IPL 2008માં તેની ડેબ્યૂ સિઝન પછીની સૌથી ખરાબ સિઝન છે. IPL 2008માં વિરાટ કોહલીએ 13 મેચમાં માત્ર 15ની એવરેજથી 165 રન બનાવ્યા હતા.
IPL આ સિઝનમાં બટલરે ફટકાર્યા છે સૌથી વધુ રન
રાજસ્થાન રૉયલ્સના ઓપનર બેટસમેન જૉસ બટલર IPL 2022ના સૌથી વધુ રન બનાવવાના મામલે હાલમાં ટૉપ પર છે. હાલમાં ઓરેન્જ કેપ આના જ માથા પર છે. બટલરે સિઝનમાં ત્રણ દમદાર સદીઓ પણ ફટકારી છે, અને સારી લયમાં દેખાઇ રહ્યો છે, જૉસ બટલરે 12 મેચોમાં 56.82 ની એવરેજથી બેટિંગ કરી છે, અને તેની સ્ટ્રાઇક રેટ 149.88 ની છે, હાલમાં તે 625 રન બનાવીને લિસ્ટમાં સૌથી ટૉપ પર છે. તેની આજુબાજુ કોઇ અન્ય બેટ્સમેન નથી.
બટલર બાદ લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ બીજા નંબર પર આવે છે, તે બે સદીઓ સાથે 459 રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં બીજા નંબર પર દાવેદારી કરી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સને ડેવિડ વૉર્નર માત્ર 10 મેચોમાં 427 રન બનાવીને ઓરેન્જ કેપમાં દોડમાં સાલમે થઇ ચૂક્યો છે. તે આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે.