(Source: ECI/ABP News/ABP Majha)
વિરાટ કોહલી પર 'પુષ્પા' ફિવર, 'ઓ અંટવા' પર આરસીબી પ્લેયર્સ સાથે લગાવ્યા જોરદાર ઠુમકા, જુઓ વીડિયો
સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે સાઉથની સુપરહિટ ફિલ્મ અલ્લૂ અર્જૂનની પુષ્પાના ગીત ‘ઓ અંટવા’ પર ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલમાં આઇપીએલ રમી રહ્યો છે. આરસીબીની ટીમ તરફથી રમી રહેલો વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાં સતત નિષ્ફળ જઇ રહ્યો છે, પરંતુ તે બીજીબાજુ આ બધાને ભૂલીને ટીમમેટ સાથે મસ્તીભર્યા ડાન્સ કરતો જોવા મળ્યો છે. તાજેતરમાં જ વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે આરસીબી પ્લેયર્સ સાથે સાઉથનુ સુપર હિટ સોન્ગ ‘ઓ અંટવા’ પર ઠુમકા લગાવી રહ્યો છે.
સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે સાઉથની સુપરહિટ ફિલ્મ અલ્લૂ અર્જૂનની પુષ્પાના ગીત ‘ઓ અંટવા’ પર ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં કોહલી બ્લેક કુર્તા અને ક્રીમ કલરનો પાયજામામાં દેખાઇ રહ્યો છે, અને ટીમના સાથી ક્રિકેટરો સાથે ‘ઓ અંટવા’ પર ડાન્સ કરી રહ્યો છે.
View this post on Instagram
ખાસ વાત છે કે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ભારતીય મૂળની છોકરી સાથે લગ્ન કર્યા, તે સમયે પણ વિરાટ કોહલી મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. મેક્સવેલના રિસેપ્શનમાં પણ વિરાટ કોહલીએ જોરદાર ડાન્સ કર્યો હતો.
આ પણ વાંચો.......
Heatwave Alert: ગુજરાતના 12 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
LIC IPO Update: LICનો IPO ગ્રે માર્કેટમાં 5 થી 7 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જાણો વિગતો
દિલ્હીમાં કોરોનાની સ્પીડે વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1490 નવા કેસ
અખાત્રીજ પર સસ્તું સોનું ખરીદવું છે ? 4 દિવસ માટે અહીં મળી રહી છે બમ્પર ઑફર
બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસની ઝડપી કામગીરી,15 દિવસમાં જ રજુ કરવામાં ચાર્જશીટ