આજે ચેન્નાઇ-પંજાબ વચ્ચે ટક્કર, જાણો ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે CSK vs PBKS મેચનુ લાઇવ ટેલિકાસ્ટ.....
જો રેકોર્ડ્સની વાત કરીએ તો ચેન્નાઇ અને પંજાબ આઇપીએલમાં 26 મેચોમાં આમને સામને ટકરાયા છે, જેમાં ચેન્નાઇે 16 અને પંજાબે 10 મેચોમી જીત હાંસલ કરી છે.
CSK vs PBKS Live Streaming: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રવિવારે ફરી એકવાર ડબલ હેડર મુકાબલા જોવા મળશે. આજની એક મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ વચ્ચે ટક્કર થઇ રહી છે, તો બીજી મેચમાં ફેન્સને હૈદરાબાદ અને લખનઉ વચ્ચે જંગ જોવા મળશે. અહીં અમે તમને ચેન્નાઇ અને પંજાબની મેચ વિશે વાત કરી રહ્યા છીએ, આજે બન્ને ટીમો જીત મેળવવા પ્રયાસ કરશે કેમ કે જાડેજાની આગેવાની વાળી ચેન્નાઇને હજુ સુધી જીત નથી મળી તો સામે પંજાબ ફરી એકવાર જીતના પાટા પર આવવા પ્રયાસ કરશે.
અત્યાર સુધી આઇપીએલમાં કોણ કોના પર રહ્યું ભારે -
જો રેકોર્ડ્સની વાત કરીએ તો ચેન્નાઇ અને પંજાબ આઇપીએલમાં 26 મેચોમાં આમને સામને ટકરાયા છે, જેમાં ચેન્નાઇે 16 અને પંજાબે 10 મેચોમી જીત હાંસલ કરી છે.
ક્યારે ને ક્યાં રમાશે ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની મેચ ?
સીએસકે અને પીબીકેએસની ટીમો આ સિઝનમાં પહેલીવાર આમને સામને થશે. આ મેચ આજે રવિવારે સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે, મેચનો ટૉસ બપોરે 7 વાગે થશે. આ મેચ નવી મુંબઇના બ્રેબૉર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
કઇ ચેનલ પરથી જોઇ શકાશે આઇપીએલ મેચનુ લાઇવ ટેલિકાસ્ટ ?
ચેન્નાઇ અને પંજાબ વચ્ચે રવિવારની મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં આઇપીએલ 2022 નુ ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર ગૉલ્ડ 2 ચેનલો પર જોઇ શકાશે.
ક્યાંથી જોઇ શકાશે લાઇવ સ્ટ્રીમિંગ ?
ક્રિકેટ ફેન્સ મેચનુ ઓનલાઇન સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ પર જોઇ શકે છે, પરંતુ આ એપ પર મેચ જોવા માટે દર્શકોને સબ્સક્રિપ્શનની જરૂર પડશે, તમે મેચનો લાઇવ સ્કૉર અને લેટેસ્ટ અપડેટ માટે https://gujarati.abplive.com સાથે જોડાયેલા રહો.
સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ચેન્નાઇ સુપર કિંગ્સ -
ઋતુરાજ ગાયકવાડ, રૉબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયડુ, એમએસ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), શિવમ ડુબે, ડ્વેન બ્રાવો, ડ્વેન પ્રિટૉરિયસ, ક્રિસ જૉર્ડન, રાજવર્ધન હેંગરગેકર.
પંજાબ કિંગ્સ -
મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જૉની બેયર્સ્ટો, ભાનુકા રાજપક્ષે (વિકેટકીપર) ઓડિયન સ્મિથ, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, કગિસો રબાડા, અર્શદીપ સિંહ, રાહુલ ચાહર.