શોધખોળ કરો

IPL 2023 Champion CSK: ધોનીએ જાડેજાને ઉંચકીને મનાવ્યો જશ્ન, ચેન્નઈ ચેમ્પિયન બન્યા બાદ વીડિયોમાં જુઓ ઈમોશનલ મોમેન્ટ

IPL 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 214 રન બનાવ્યા હતા.

MS Dhoni Chennai Super Kings Champion IPL 2023: IPL 2023ની ફાઈનલ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વખત ચેમ્પિયન બની છે. ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ તેમજ ચાહકો માટે આ ક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ચેન્નાઈની જીત બાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જોરદાર ઉજવણી કરી હતી. તેણે રવિન્દ્ર જાડેજાને ખોળામાં ઊંચક્યો. આ વીડિયોને IPL દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ ઈમોશનલ થઈ ગયા હતા. તેણે ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

IPL 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વરસાદના કારણે ચેન્નાઈને ડકવર્થ લુઈસ નિયમ દ્વારા ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ચેન્નાઈએ 5 વિકેટ રાખીને મેચ જીતી લીધી હતી. જાડેજાએ 15મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી. તેણે મોહિત શર્માની ઓવરમાં ચોગ્ગાની સાથે સિક્સર પણ ફટકારી હતી. આ જીત સાથે તે ધોની દોડતો પહોંચ્યો હતો. ધોનીએ તેને ખોળામાં ઊંચક્યો.

ચેન્નાઈની જીત બાદ ધોની-જાડેજાની સાથે બાકીના ખેલાડીઓ પણ ઉજવણીના માહોલમાં ઉમટી પડ્યા હતા. IPLએ જાડેજા અને ધોનીનો વીડિયો ટ્વીટ કર્યો છે. હજારો લોકોએ તેને લાઈક કર્યો છે. જ્યારે સેંકડો લોકોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ધોનીએ જાડેજાને ઊંચક્યો તે ચાહકો માટે ભાવનાત્મક ક્ષણ હતી. ફેન્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરીને આ વાત વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ડેવોન કોનવેએ ફાઈનલમાં ચેન્નાઈ માટે 25 બોલમાં 47 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 21 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. જાડેજાએ 6 બોલમાં અણનમ 15 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુએ 19 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે અજિંક્ય રહાણેએ 27 રનની ઇનિંગ રમી હતી.

ધોનીએ નિવૃત્તિ અંગે શું કહ્યું

ધોનીએ નિવૃત્તિની અટકળોને ફગાવી દીધી છે. તેણે કહ્યું કે દર્શકોના પ્રેમને જોઈને તે આગામી સિઝનમાં તેમને ગિફ્ટ આપવા માટે ફરીથી રમશે. આ સિઝનની શરૂઆતથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ ધોનીની છેલ્લી સિઝન હશે. તેણે કહ્યું, “જો આપણે સંજોગો પર નજર કરીએ તો મારા માટે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. મારા માટે એ કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે જતો રહ્યો છું, પરંતુ આગામી નવ મહિના સુધી સખત મહેનત કરીને વધુ એક સિઝન રમીને પરત ફરવું મુશ્કેલ છે. તેણે કહ્યું, “શરીરે સહકાર આપવો પડશે. ચેન્નાઈના પ્રશંસકોએ જે રીતે મારા પર પ્રેમ વરસાવ્યો છે, તે તેમના માટે મારી ભેટ હશે કે હું વધુ એક સિઝન રમું. તેઓએ જે પ્રેમ અને જુસ્સો બતાવ્યો છે, મારે પણ તેમના માટે કંઈક કરવું જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget