IPL 2023 Points Table: RCB વિરુદ્ધ જીત સાથે પ્રથમ સ્થાન પર પહોંચી લખનઉ સુપર જાયન્ટ્સ, જાણો પોઇન્ટ ટેબલની લેટેસ્ટ સ્થિતિ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં લખનઉ સુપર જાયન્ટ્સે તેની ચોથી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી હતી.
Indian Premier League 2023 Points Table: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં લખનઉ સુપર જાયન્ટ્સે તેની ચોથી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી હતી. આ મેચમાં 1 વિકેટથી રોમાંચક જીત નોંધાવીને લખનઉ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઇ છે. લખનઉએ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 4માંથી 3 મેચ જીતી છે. ત્રણ જીત બાદ લખનઉના 6 પોઈન્ટ અને +1.084નો નેટ રનરેટ છે. આ મેચમાં હારેલી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2 પોઈન્ટ અને -0.800 ની ચોખ્ખી રનરેટ સાથે ટેબલમાં સાતમા નંબરે પહોંચી ગઈ હતી.
Smile if your team pulled off a final-over victory to move to the 🔝 of the table 😁#TATAIPL | #RCBvLSG | @LucknowIPL pic.twitter.com/xCsPhTYRNN
— IndianPremierLeague (@IPL) April 10, 2023
પોઈન્ટ ટેબલમાં અન્ય ટીમોની શું હાલત છે?
આ મેચ બાદ રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવી ગઈ છે. ટીમે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાંથી 2માં જીત મેળવી છે. આ જીત સાથે રાજસ્થાનના 4 પોઈન્ટ અને +2.067નો નેટ રનરેટ છે. બીજી તરફ, KKR ટીમ 2 જીત, 4 પોઈન્ટ અને +1.375 નેટ રનરેટ સાથે ત્રીજા, ગુજરાત ટાઇટન્સ 2 જીત, 4 પોઈન્ટ અને +0.431 નેટ રનરેટ સાથે ચોથા અને ચેન્નઈ સુપર કિંગ્સ 2 જીત, 4 પોઈન્ટ અને +0.356 નેટ રનરેટ સાથે પાંચમા ક્રમે છે.
છેલ્લા પાંચમાં સામેલ આ ટીમો
આ સિવાય પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ છેલ્લી પાંચ ટીમોમાં હાજર છે. આ ટીમોમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ હજી પણ આ સીઝનની તેમની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પંજાબ કિંગ્સ 2 જીત, 4 પોઈન્ટ અને -0.235 નેટ રનરેટ સાથે છઠ્ઠા, RCB 1 જીત, 2 પોઈન્ટ અને -0.800 નેટ રનરેટ સાથે સાતમા અને સનરાઈઝર્સ હૈદરાબાદ 1 જીત, 2 પોઈન્ટ અને -1.502 નેટ રનરેટ સાથે આઠમા ક્રમે છે. બીજી તરફ, મુંબઈ અને દિલ્હી -1.394 અને -2.092 નેટ રનરેટ સાથે ટેબલમાં અનુક્રમે 9 અને 10માં નંબર પર છે.
RCB vs LSG: લખનઉએ બેંગ્લુરુને રોમાંચક મેચમાં અંતિમ બોલ પર 1 વિકેટથી હરાવ્યું
RCB vs LSG IPL 2023: IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની 1 વિકેટે જીત થઈ હતી. ટૂર્નામેન્ટમાં લખનઉની આ ત્રીજી જીત છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 212 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 9 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આરસીબી માટે વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ અને ગ્લેન મેક્સવેલે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. સાથે જ સિરાજ અને પાર્નેલને 3-3 વિકેટ મળી હતી.
માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરને લખનઉને શાનદાર જીત અપાવી
213 રનનો પીછો કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆતમાં ખરાબ બેટિંગ જોવા મળી હતી. ટીમે પહેલી જ ઓવરમાં 1 રનમાં કાયલ મેયર્સ (0)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા દીપક હુડ્ડા પણ લાંબો સમય ટકી શક્યો ન હતો અને 10 બોલમાં 9 રન બનાવીને વેઈન પાર્નેલનો શિકાર બન્યો હતો. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા માર્કસ સ્ટોઈનિસે શાનદાર ઈનિંગ રમી હતી. 30 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 65 રનની ધમાકેદાર ઈનિંગ રમી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી