શોધખોળ કરો

IPL 2023 Hardik Pandya: હાર્દિક પંડ્યાએ પણ કરી મોટી ભૂલ, હવે ચૂકવવા પડશે આટલા લાખ રૂપિયા

IPLની આ સીઝનમાં ગુજરાતની ટીમે સ્લો ઓવર રેટની પહેલી ભૂલ કરી છે

IPL 2023 Hardik Pandya: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સ (GT) એ તેમની શરૂઆતની 4 મેચમાંથી ત્રણ મેચ જીતી છે. ચોથી મેચ ગુરુવારે (14 એપ્રિલ) પંજાબ કિંગ્સ (PBKS) સામે રમાઈ હતી, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતની ટીમે 6 વિકેટે જીત મેળવી હતી.

આ મેચ દરમિયાન ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક મોટી ભૂલ કરી, જેના કારણે તેને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. વાસ્તવમાં આ મેચમાં ગુજરાતની ટીમ નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂરી કરી શકી નહોતી. આવી સ્થિતિમાં તેના પર સ્લો ઓવર રેટ હેઠળ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

IPLની આ સીઝનમાં ગુજરાતની ટીમે સ્લો ઓવર રેટની પહેલી ભૂલ કરી છે. આવી સ્થિતિમાં કેપ્ટન પંડ્યા પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે કે હવે પંડ્યાએ આ રકમ ચૂકવવી પડશે. જો ગુજરાતની ટીમ ફરી આ ભૂલ કરશે તો ટીમના તમામ ખેલાડીઓને દંડ થઈ શકે છે.

IPLની આ સીઝનમાં હાર્દિક એકમાત્ર એવો કેપ્ટન નથી જેને દંડ ફટકારવામાં આવ્યો છે. અગાઉ આ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓની કેપ્ટનશીપમાં તેમની ટીમો નિર્ધારિત સમયમાં ઓવર પૂરી કરી શકી ન હતી.

ગુજરાત ટાઇટન્સનો છેલ્લી ઓવરમાં 6 વિકેટે વિજય થયો

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. ટીમ માટે મેથ્યુ શોર્ટે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. જીતેશ શર્મા માત્ર 25 રન બનાવી શક્યો હતો. મેચનો હીરો ગુજરાત ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહિત શર્મા રહ્યો હતો, જેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. મોહિતે 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે સેમ કુરન અને જીતેશ શર્માને આઉટ કર્યા હતા.

154 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમે 4 વિકેટે 154 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઓપનર શુભમન ગીલે 67 અને રિદ્ધિમાન સાહાએ 30 રન બનાવ્યા હતા. મેચની છેલ્લી ઓવરમાં રાહુલ તેવટિયાએ ચોગ્ગો ફટકારીને મેચ 6 વિકેટે જીતી લીધી હતી.

Saudi Arabia: દુનિયાની સૌથી મોંઘી ટી-20 લીગ સેટ-અપ કરવા માંગે છે સાઉદી અરેબિયા, ભારતીય ક્રિકેટર્સને સામેલ કરવાના કરશે પ્રયાસો

World's Richest T20 League: સમગ્ર વિશ્વમાં ફ્રેન્ચાઇઝ ક્રિકેટ લીગનો ક્રેઝ સતત વધી રહ્યો છે. આઈપીએલની સફળતા બાદ છેલ્લા કેટલાક વર્ષોમાં વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં ફ્રેન્ચાઈઝી લીગ શરૂ થઈ છે અને સફળ પણ રહી છે. UAE અને દક્ષિણ આફ્રિકામાં પણ T20 ફ્રેન્ચાઇઝી લીગ શરૂ થઈ છે. આ લીગને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરમિયાન, સાઉદી અરેબિયાની સરકાર પણ અહીં વિશ્વની સૌથી મોંઘી T20 લીગની શરૂઆત કરવા માંગે છે. આ માટે તેણે આઈપીએલ ફ્રેન્ચાઈઝીના માલિકો સાથે પણ વાતચીત કરી છે.

'ધ એજ'ના એક અહેવાલ અનુસાર, સાઉદી અરેબિયાની સરકારના પ્રતિનિધિઓએ IPL ફ્રેન્ચાઇઝી માલિકોને ગલ્ફ ક્ષેત્રમાં T20 ફ્રેન્ચાઇઝી લીગની શરૂઆત કરવાની યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે. સાઉદી અરેબિયાની સરકાર આ લીગને વિશ્વની સૌથી મોંઘી લીગ બનાવવા માંગે છે. આ સંદર્ભે તેની આઈપીએલ માલિકો સાથે વાતચીત ચાલી રહી છે. છેલ્લા એક વર્ષથી સાઉદી સરકાર આ યોજના પર કામ કરી રહી છે

<a title="ABP Nadu Metaverse" "href="https://metaverse.abpnadu.com/index.html" rel='nofollow' target="_blank"><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/14/3e55af06c983ac4ffeee486a67c34645168144817282031_original.jpg" /></a>

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોના ભાવિ દાવ પર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 
Embed widget