Ahmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો
અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો.104 કરોડના ખર્ચે બની રહેલો પલ્લવ ચાર રસ્તા બ્રિજ પૂર્ણ થતા હજી લાગશે સાત મહિના
અમદાવાદમાં વધુ એક બ્રિજની કામગીરી ગોકળગતીએ. 104 કરોડના ખર્ચે બની રહેલો પલ્લવ ચાર રસ્તા બ્રિજ પૂર્ણ થતા હજુ પણ સાત મહિના લાગશે. શહેરમાં બની રહેલા મોટાભાગના બ્રિજ તેની સમય મર્યાદા કરતા બાદમાં તૈયાર થયા છે. જેમાં વધુ એક બ્રિજનો ઉમેરો થયો છે.. નારણપુરા વિસ્તારમાં બની રહેલો પલ્લવ ચાર રસ્તાથી પ્રગતિ નગરનો બ્રિજ જેની મર્યાદા વર્ષ 2023 સુધીની હતી. વર્ષ 2024 પૂર્ણ થયા સુધીમાં પણ આ બ્રિજ બની નથી શક્યો. હાલ બ્રિજની દીવાલ,રોડ અને બ્રિજની નીચે સ્પાન બનાવવાની કામગીરી ચાલુ છે. જેથી પ્રસાશનની ઢીલી કામગીરી સામે સવાલો ઉઠ્યા.




















