IPL 2023 : ...તો ગુજરાત ટાઈટન્સ એક પણ બોલ રમ્યા વગર બની જશે ચેમ્પિયન
પ્લેઓફ મેચ અને ફાઈનલ મેચના નિયમો તદ્દન અલગ છે. બીજી તરફ, જો IPLમાં લીગ રાઉન્ડમાં કોઈ મેચ રદ થાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવે છે.
CSK vs GT IPL 2023 Final: IPL 2023 (IPL 2023)ની ટાઈટલ મેચ 28 મેના રોજ અમદાવાદના આંગણે રમાશે. આ શાનદાર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (CSK vs GT)ની ટીમો આમને-સામને ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પરંતુ સૌથી મોટી ચિંતા બન્યો છે વરસાદ. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો શું થાય. આમ થાય તો બહુ ઓછા લોકોને ખબર હશે કે કઈ ટીમ ફાઈનલ જીતશે. ચાલો તમને તેના વિશે જણાવીએ.
જો મેચ રદ થશે તો કઈ ટીમ ચેમ્પિયન બને?
પ્લેઓફ મેચ અને ફાઈનલ મેચના નિયમો તદ્દન અલગ છે. બીજી તરફ, જો IPLમાં લીગ રાઉન્ડમાં કોઈ મેચ રદ થાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવે છે. આ સ્થિતિમાં ઘણા ક્રિકેટ પ્રેમીઓના મનમાં એક પ્રશ્ન છે કે, જો વરસાદના કારણે ક્વોલિફાયર રદ થાય તો કઈ ટીમ આ સિઝનની ચેમ્પિયન બનશે? તમને જણાવી દઈએ કે, આઈપીએલના નિયમો અનુસાર આ વખતે IPL ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. તેથી IPL 2023ના અંતિમ વિજેતાનો નિર્ણય નિર્ધારિત મેચના દિવસે જ થશે.
ફાઈનલ મેચ માટે આઈપીએલનો નિયમ
ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (CSK vs GT) વચ્ચેની મેચ પૂર્ણ કરવા માટે વધારાની 120 મિનિટ અથવા તેથી વધુ સમય ઉપલબ્ધ છે. IPL 2023 ફાઈનલ માટે કટ ઓફ ટાઈમ જો 7:30 વાગ્યે શરૂ થાય તો 5 ઓવર પ્રતિ સાઈડ ગેમ માટે 11:56 વાગ્યા સુધી રમાશે. જ્યારે તે 8 વાગ્યે શરૂ થાય છે, તો કટ ઓફ ટાઈમ 12:26 સુધીનો રહેશે. પરંતુ જો મેચમાં એક પણ બોલ રમવાની તક ન મળે તો ગ્રુપ સ્ટેજમાં પોઈન્ટ ટેબલ પર નંબર-1 પર રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.
જો મેચ રદ થશે તો ગુજરાત ટાઇટન્સને લાગશે લોટરી
IPL 2023ના લીગ રાઉન્ડમાં 10 મેચ જીત્યા બાદ ગુજરાતની ટીમ 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તેવી જ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સે તેની 14 મેચોમાં 8 મેચ જીતી અને 17 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આ સ્થિતિમાં જો વરસાદના કારણે ફાઈનલ રદ્દ થશે તો ગુજરાત ટાઈટન્સની ટીમ સતત બીજી વખત ચેમ્પિયન બનશે.