IPL 2023 Retention: IPL 2023 માટે પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને કર્યો રીલિઝ, આ ખેલાડીઓને કરાયા રિટેન
આઇપીએલ 2023 માટે તમામ ફ્રેન્ચાઇઝીએ તેમના રીલિઝ કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે.
PKBS Players Retention: આઇપીએલ 2023 માટે તમામ ફ્રેન્ચાઇઝીએ તેમના રીલિઝ કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આમાં ગયા વર્ષે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર રહેલી પંજાબ કિંગ્સે મોટા ફેરફારો કર્યા છે. જેમાં શિખર ધવનને પહેલા જ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. હવે ટીમના પૂર્વ કેપ્ટન મયંક અગ્રવાલને રીલિઝ કરવામાં આવ્યો છે.
Like Sunrisers Hyderabad, Punjab Kings have also released their captain from IPL 2022, Mayank Agarwal!
— ESPNcricinfo (@ESPNcricinfo) November 15, 2022
Find out the other players they've released ⤵️ #IPLRetention
આ સાથે જ ટીમમાં હાજર રહેલા શાહરૂખ ખાનને ટીમે રિટેન કર્યો છે. આ ઉપરાંત ઇગ્લેન્ડ બેટ્સમેન જોની બેયરસ્ટોને પણ ટીમે અપેક્ષા મુજબ જાળવી રાખ્યો છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર ઓડિયન સ્મિથને ટીમે બહાર કરી દીધો છે. સ્મિથને પંજાબ કિંગ્સે 2022ની મેગા ઓક્શનમાં 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બોલિંગ સિવાય સ્મિથ બેટિંગ સારી કરે છે.
First set of 🦁s RETAINED! 😍#IPLRetention #SaddaPunjab #PunjabKings @jbairstow21 pic.twitter.com/m7zPQFaKAc
— Punjab Kings (@PunjabKingsIPL) November 15, 2022
આ ખેલાડીઓને રીલિઝ કરાયા
મયંક અગ્રવાલ, ઓડિયન સ્મિથ, વૈભવ અરોરા, બેની હોવેલ, ઈશાન પોરેલ, અંશ પટેલ, પ્રેરક માંકડ, સંદીપ શર્મા, ઋત્વિક ચેટર્જી.
Check out 👀 the next set of 🦁s who are staying with us! 🥰#SaddaPunjab #PunjabKings #IPLretention @liaml4893 pic.twitter.com/H53QUoi2EW
— Punjab Kings (@PunjabKingsIPL) November 15, 2022
આ ખેલાડીઓને રિટેન કરાયા
શિખર ધવન (કેપ્ટન), શાહરૂખ ખાન, જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, રાજ બાવા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાયડે, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલિસ, કગીસો રબાડા, રાહુલ ચહર અને હરપ્રીત બરાર
કેટલી બચી છે પર્સ વેલ્યૂ
આ રિલીઝ અને રિટેન બાદ ટીમ પાસે કુલ 3 વિદેશી ખેલાડીઓનો સ્લોટ બાકી છે. પંજાબે ટ્રેડ મારફતે કોઇ ખેલાડીને ટીમમાં સામેલ કર્યો નથી. હવે આ રીલીઝ પછી ટીમની કુલ પર્સની કિંમત 7.05 કરોડ છે. ટીમ આ પૈસાનો ઉપયોગ મિની ઓક્શનમાં કરશે.