શોધખોળ કરો

LSG vs RCB: કોહલી અને ગંભીરને મેચ બાદ તુ તુ ...મેં મેં કરવું ભારે પડ્યું, બંન્નેને 100 ટકા મેચ ફીનો દંડ ફટકારાયો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2023 ની 43મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું હતું

IPL 2023 LSG vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2023 ની 43મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું હતું. આરસીબીએ શાનદાર પ્રદર્શન કરીને લો સ્કોરિંગ મેચ જીતી હતી. મેચ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઇ હતી. બંન્નેને મેચ દરમિયાન લડાઇ કરવી ભારે પડી ગયું છે. રિપોર્ટ્સ અનુસાર, કોહલી અને ગંભીરને તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. લખનઉના બોલર નવીન-ઉલ-હકને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.

મેચ દરમિયાન કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પહેલા નવીન ઉલ હક કોહલી સાથે ઝઘડ્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઇના અહેવાલ અનુસાર, કોહલી અને ગંભીરને આ માટે 100 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. નવીન-ઉલ-હકને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ગંભીરે આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.21નો ગુનો સ્વીકારી લીધો છે. આ અંતર્ગત જો ખેલાડીઓ લેવલ 2નો ગુનો કરે છે તો તેમને આર્થિક સજા થઈ શકે છે. નવીને લેવલ 1 નો ગુનો કર્યો છે. આ કારણે તેને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

વાસ્તવમાં ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન લખનઉને ત્રણ ઓવરમાં 48 રનની જરૂર હતી. મેચની 17મી ઓવર દરમિયાન નવીન અને અમિત મિશ્રા ક્રિઝ પર હતા. આ દરમિયાન નવીન અને કોહલી વચ્ચે બોલાચાલી થઇ હતી. નવીન કોહલી પાસે ગયો અને કંઈક કહીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ દરમિયાન અમિત મિશ્રા વચ્ચે આવ્યો હતો અને બંન્ને છૂટા પાડ્યા હતા. કોહલીએ આ અંગે અમ્પાયર સાથે વાત કરી હતી. મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે પણ બોલાચાલી થઇ હતી. કોહલી અને ગંભીર વચ્ચેની દલીલ દરમિયાન કેએલ રાહુલ બચાવમાં આવ્યો હતો. જોકે, આ પછી બંને શાંત થઈ ગયા હતા. મેચ બાદ કોહલી અને ગંભીરે પણ હાથ મિલાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન

ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર

સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

Embed widget