IPL 2023: આઇપીએલની આવનારી સીઝનમાં CSK માટે રમશે એમ એસ ધોની? માહીએ આપ્યો જવાબ, જુઓ વિડીયો
MS Dhoni : મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું છે કે તે આવતા વર્ષે પણ IPL રમતા જોવા મળશે.
MS Dhoni IPL 2023: IPL 2022 ની 68મી મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ ઘણા ખુલાસા કર્યા. તેણે કહ્યું કે તે આવતા વર્ષે પણ IPL રમતા જોવા મળશે.ધોનીએ મેદાન પર જ પૂછવામાં આવેલા આ સવાલનો જવાબ આપ્યો, જુઓ વિડીયો -
The news we all were waiting for, a YES from MS Dhoni for IPL 2023. pic.twitter.com/JlhxX2pN0W
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2022
માહીએ કહ્યું કે તે ચેપોકમાં તેની છેલ્લી મેચ રમવા માંગે છે. આ વર્ષે તમામ મેચો મુંબઈ અને પુણેમાં રમાઈ હતી. આવતા વર્ષે જ્યારે અલગ-અલગ જગ્યાએ મેચ યોજાશે ત્યારે તે ચેપોક મેદાનમાં રમવા માંગશે. માહીએ કહ્યું કે જો તે ચેન્નાઈમાં તેની છેલ્લી મેચ નહીં રમે તો તે CSKના ચાહકો સાથે અન્યાય થશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન : રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મોઈન અલી, અંબાતી રાયડુ, એન જગદીસન, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), મિશેલ સેન્ટનર, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, મથિશા પથિરાના અને મુકેશ ચૌધરી.
રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રણંદન કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ, ઓબેદ મેકકોય.
IPL બાદ મોટો નિર્ણય લેશે વિરાટ કોહલી?
ભારતીય ક્રિકેટ ટીમના સુપર સ્ટાર વિરાટ કોહલીએ આઈપીએલ બાદ પોતાના પ્લાન અને કેરિયરને લઈને ખુલ્લીને વાત કરી છે. વિરાટે ક્રિકેટમાંથી થોડા સમય માટે બ્રેક લેવાની સલાહ અંગે પણ વાત કરી છે. તેમણે એ વાતનો સ્વિકાર કર્યો છે કે લાંબા સમયથી સુધી રમવા માટે વિરામ લેવો પડશે. સાથે તેમણે એ પણ નક્કી કરવું પડશે કે, ક્યારે વિરામ લેવો છે અને કેટલા સમય માટે લેવો છે. નોંધનિય છે કે, 2019 બાદ વિરાટ કોહલી એક પણ ફોર્મેટમાં સદી નથી ફટકારી શક્યો. ગુરુવારે તેમણે ગુજરાત ટાઈટન્સ સામે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. આ સિઝનમાં આ માત્ર બીજી તેની ફિફટી છે.