Sai Sudharsan Record: ગુજરાત ટાઈટન્સના સુદર્શને તોડ્યો સચિનનો રેકોર્ડ, આ મામલે બન્યો પ્રથમ ભારતીય
Gujarat Titans: આ પહેલાનો રેકોર્ડ ચેન્નાઈના ઋતુરાજ ગાયકવાડ અને ક્રિકેટના ભગવાન સચિનના નામે હતો. બંનેએ આઈપીએલમાં 1000 રન પૂરા કરવા 31 ઈનિંગ લીધી હતી.

Sai Sudharsan Record: IPL 2024માં 59મો મુકાબલો ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ગુજરાત પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. 13 ઓવરના અંતે ગુજરાત ટાઈટન્સનો સ્કોર વિના વિકેટે 160 રન છે. સાંઈ સુદર્શન 44 બોલમાં 92 રને અને કેપ્ટન ગિલ 34 બોલમાં 66 રન બનાવીને રમતમાં છે. આ દરમિયાન સાંઈ સુદર્શને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે આઈપીએલમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરનારો પ્રથમ ભારતીય બન્યો છે. આ પહેલાનો રેકોર્ડ ચેન્નાઈના ઋતુરાજ ગાયકવાડ અને ક્રિકેટના ભગવાન સચિનના નામે હતો. બંનેએ આઈપીએલમાં 1000 રન પૂરા કરવા 31 ઈનિંગ લીધી હતી.
1000 IPL રનની સૌથી ઓછી ઇનિંગ્સ
- 21 - શોન માર્શ
- 23 - લેન્ડલ સિમોન્સ
- 25 - મેથ્યુ હેડન
- 25 - સાંઈ સુદર્શન*
- 26 - જોની બેરસ્ટો
- 31 ઇનિંગ્સમાં રુતુરાજ ગાયકવાડ અને સચિન તેંડુલકર
In the blink of an eye... 👀
— Gujarat Titans (@gujarat_titans) May 10, 2024
Just 2️⃣5️⃣ innings for ⚡ai ⚡u to etch his name in the record books! #AavaDe | #GTKarshe | #TATAIPL2024 | #GTvCSK pic.twitter.com/p6LDNoy6zs
ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, ડેવિડ મિલર, મેથ્યુ વેડ (વિકેટકિપર), રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, ઉમેશ યાદવ, મોહિત શર્મા, કાર્તિક ત્યાગી
ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન: રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકિપર), મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ




















