IPL 2024: અમદાવાદમાં રમાનારી ગુજરાત-દિલ્હી સહિત આ IPL મેચની બદલાઈ તારીખ, જાણો શું છે કારણ
દેશમાં મતદાનની તારીખો સાથે આઈપીએલ મેચ ક્લેશ ન થાય તે માટે BCCIએ બે તબક્કામાં IPL 2024નું શેડ્યૂલ જાહેર કર્યું હતું
IPL 2024: આઈપીએલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગની બે મેચની તારીખ બદલવામાં આવી છે. બીસીસીઆઈએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેણે ગયા મહિને શરૂ થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની ચાલુ સિઝનની બે મેચોને ફરીથી શેડ્યૂલ કરી છે.
આ બે મેચની બદલાઈ તારીખ
બીસીસીઆઈની એક રીલીઝ મુજબ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ જે મૂળરૂપે ઈડન ગાર્ડન્સ ખાતે 17 એપ્રિલ, 2024 ના રોજ યોજાવાની હતી તે એક દિવસ માટે અગાઉથી નક્કી કરવામાં આવી છે અને હવે તેના બદલે 16 એપ્રિલ, 2024ના રોજ યોજાશે.
બીજી તરફ, ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ 16 એપ્રિલ, 2024ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાની હતી તે એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે અને હવે તે 17 એપ્રિલ, 2024ના રોજ રમાશે.
બીસીસીઆઈએ આ માટે સત્તાવાર રીતે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. એક સ્પોર્ટ્સ વેબસાઇટના કહેવા પ્રમાણે, કોલકાતાના સત્તાવાળાઓ ઈડન ગાર્ડન્સ ખાતે KKR-RR ની આઈપીએલ મેચ માટે સુરક્ષા પૂરી પાડવા અંગે અચોક્કસ હતા. કારણકે આ દિવસે રામ નવમીના તહેવાર છે, જેથી પૂરતી સુરક્ષા આપી શકાય તેમ નહોતી.
🚨 NEWS 🚨
— IndianPremierLeague (@IPL) April 2, 2024
KKR-RR, GT-DC games rescheduled.
Details 🔽 #TATAIPL https://t.co/O56PJaKKv4
દેશમાં મતદાનની તારીખો સાથે આઈપીએલ મેચ ક્લેશ ન થાય તે માટે BCCIએ બે તબક્કામાં IPL 2024નું શેડ્યૂલ જાહેર કર્યું હતું. T20 લીગની 17મી સીઝન 22 માર્ચે શરૂ થઈ હતી જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે યજમાન તરીકે રમી હતી. ફાઈનલ 26 મેના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં ટોચ પર
RR એ સિઝનની એકમાત્ર અજેય ટીમ છે જેણે તેમની પ્રથમ ત્રણ મેચ જીતી છે અને છ પોઈન્ટ સાથે, IPL 2024 પોઈન્ટ ટેબલમાં વર્તમાન લીડર છે. KKR બીજા સ્થાને છે જ્યારે ટાઇટલ ધારક CSK ચાર પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
BCCIએ 16 એપ્રિલે અમદાવાદમાં IPL ટીમોના માલિકોની મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આવતા વર્ષે યોજાનારી મેગા હરાજી અને ખેલાડીઓને જાળવી રાખવાના નિયમો અંગે ચર્ચા થઈ શકે છે. આઈપીએલની આગામી સિઝનને લઈને આ ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠકમાં ચેરમેન રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ અને આઈપીએલના ચેરમેન અરુણ સિંહ ધૂમલ હાજર રહેશે. જો કે, આ મીટિંગ માત્ર ટીમના માલિકો માટે છે, એવું માનવામાં આવે છે કે તેઓ તેમના CEO અને બાકીની ટીમ સાથે આવી શકે છે.