IPL 2024: પંજાબ-કોલકાતા મેચમાં તૂટ્યો સિક્સરનો રેકોર્ડ, T20 ઈતિહાસમાં પ્રથમવાર લાગી આટલી સિક્સ!
IPL: ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં પંજાબ અને કોલકાતાના બેટ્સમેનોએ કુલ 42 સિક્સર ફટકારી હતી.
IPL 2024 KKR vs PBKS Sixes Record: IPL 2024 ની 42મી મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. બંને વચ્ચે આ મુકાબલો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં થઈ હતી. IPL અને T20ની દૃષ્ટિએ આ મેચ ઐતિહાસિક મેચ હતી. આ મેચમાં સિક્સરો વરસાદ થયો હતો અને મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ સ્થાપિત થયો હતો. પંજાબ અને કોલકાતા વચ્ચે રમાયેલી મેચમાં IPL અને T20 ક્રિકેટના ઈતિહાસમાં એક જ મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવામાં આવી હતી.
ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં પંજાબ અને કોલકાતાના બેટ્સમેનોએ કુલ 42 સિક્સર ફટકારી હતી. આ મેચમાં અગાઉનો રેકોર્ડ તૂટ્યો હતો, જે આ જ સિઝનમાં હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચમાં બન્યો હતો. મુંબઈ-હૈદરાબાદ મેચમાં કુલ 38 સિક્સર જોવા મળી હતી. પરંતુ હવે આ રેકોર્ડ સંપૂર્ણપણે તૂટી ગયો છે.
પુરુષોની T20 મેચમાં સૌથી વધુ છગ્ગા
42 સિક્સ - KKR vs PBKS, કોલકાતા, IPL 2024
38 સિક્સ - SRH vs MI, હૈદરાબાદ, IPL 2024
38 સિક્સ - RCB vs SRH, બેંગલુરુ, IPL 2024
37 છગ્ગા - બાલ્ખ લિજેન્ડ્સ વિ કાબુલ ઝવાનન, શારજાહ, એપીએલ 2018/19
પંજાબે ઐતિહાસિક રન ચેઝ કર્યો હતો
ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ઐતિહાસિક રનનો પીછો કરીને જીત મેળવી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 6 વિકેટે 261 રન બનાવ્યા હતા. ટીમ માટે ફિલિપ સોલ્ટે 37 બોલમાં 75 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને સુનીલ નરેને 32 બોલમાં 71 રનની ઝડપી ઈનિંગ રમી હતી. સોલ્ટે 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે નરેને 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
ત્યારબાદ પંજાબ કિંગ્સે ટાર્ગેટનો પીછો કરવા માટે નિકળી હતી અને 262 રનના ઐતિહાસિક લક્ષ્યાંકનો પીછો કરીને 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને વિજય નોંધાવ્યો હતો. પંજાબ તરફથી ઓપનિંગ કરનાર જોની બેયરસ્ટોએ 48 બોલમાં 8 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 108 રન બનાવ્યા હતા. આ સિવાય શશાંક સિંહે 28 બોલમાં 2 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 68* રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 84* (37 બોલ)ની ભાગીદારી કરી હતી.
IPL ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા
- 24 - PBKS vs KKR, કોલકાતા, 2024
- 22 - SRH vs RCB, બેંગલુરુ, 2024
- 22 - SRH vs DC, દિલ્હી, 2024
- 21 - RCB vs PWI, બેંગલુરુ, 2013
Clean Hitting to the fullest, ft Shashank Singh 😎
— IndianPremierLeague (@IPL) April 26, 2024
This match has now breached the Highest Number of Sixes Hit in a T20 Match 👏
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/3HPN6DLnPl
IPLમાં KKR માટે સૌથી વધુ છગ્ગા
- 201 - આન્દ્રે રસેલ
- 106 - નીતિશ રાણા
- 88 - સુનીલ નારાયણ
- 85 - યુસુફ પઠાણ
- 85 - રોબિન ઉથપ્પા