IPL 2025: રિટેન્શન બાદ પંજાબ પાસે છે સૌથી વધુ રૂપિયા, જાણો કઇ ટીમના પર્સમાં છે કેટલા રૂપિયા?
IPL 2025 retention: મેગા ઓક્શન પહેલા તમામ 10 ટીમોએ BCCIને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સોંપી છે
IPL 2025 retention: IPL 2025 માટે ખેલાડીઓને રિટેન કરવાની જાહેર કરવામાં આવી છે. ફ્રેન્ચાઇઝીઓએ તેમના કોર ગ્રુપને રિટેન કરવા માટે તેમના 120 કરોડના પર્સમાંથી ઘણા પૈસા ખર્ચ્યા છે. હવે તમામની નજર નવેમ્બરના અંતમાં યોજાનારી મેગા ઓક્શન પર છે. આમાં પંજાબ કિંગ્સ સૌથી વધુ પર્સ સાથે ટેબલ પર હશે. રાજસ્થાન રોયલ્સ સૌથી ઓછી કિંમત સાથે ઓક્શનમાં ઉતરશે.
The wait is over and the retentions are 𝙃𝙀𝙍𝙀! 🔥
— IndianPremierLeague (@IPL) October 31, 2024
Here are all the players retained by the 🔟 teams ahead of the #TATAIPL Auction 💪
What do you make of the retention choices 🤔 pic.twitter.com/VCd0REe5Ea
પંજાબ કિંગ્સના પર્સમાં સૌથી વધુ રકમ
મેગા ઓક્શન પહેલા તમામ 10 ટીમોએ BCCIને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સોંપી છે. પંજાબ કિંગ્સે માત્ર બે જ ખેલાડીઓને રિટેન કર્યા છે. અર્શદીપ સિંહ જેવા અનુભવીઓને રીલિઝ કરી દીધા હતા. ટીમ મેનેજમેન્ટે શશાંક સિંહને 5.5 કરોડ રૂપિયામાં અને પ્રભસિમરન સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે. આ રીતે કુલ 9.5 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. હવે તેમના પર્સમાં 110.5 કરોડ રૂપિયા બાકી છે અને પંજાબ પાસે ચાર રાઈટ ટુ મેચ કાર્ડ (RTM) પણ છે.
— IndianPremierLeague (@IPL) October 31, 2024
રાજસ્થાનમાં એક પણ RTM બાકી નથી.
જો આપણે એવી ટીમની વાત કરીએ જેણે રિટેન્શન માટે સૌથી વધુ ખર્ચ કર્યો છે તો તેમાં રાજસ્થાન રોયલ્સનું નામ ટોચ પર છે. તેઓએ છ ખેલાડીઓને રિટેન કર્યા છે જેમાં સંજુ સેમસન (18 કરોડ), યશસ્વી જયસ્વાલ (18 કરોડ), રિયાન પરાગ (14 કરોડ), ધ્રુવ જુરેલ (14 કરોડ) અને સંદીપ શર્મા (4 કરોડ)નો સમાવેશ થાય છે. રિટેન્શન માટે ટીમે 79 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. હવે તેના ખાતામાં માત્ર 41 કરોડ રૂપિયા બચ્યા છે. તેની પાસે રાઈટ ટુ મેચ કાર્ડનો એક પણ અધિકાર નથી.
ટીમ |
રીટેન્શનમાંથી બચેલી રકમ |
બાકી રકમ |
ચેન્નઈ સુપર કિંગ્સ | 65 કરોડ |
55 કરોડ |
દિલ્હી કેપિટલ્સ | 47 કરોડ |
73 કરોડ |
કોલકાતા નાઈટ રાઈડર્સ | 69 કરોડ | 51 કરોડ |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 37 કરોડ | 83 કરોડ |
લખનઉ સુપર જાયન્ટ્સ | 51 કરોડ |
69 કરોડ |
પંજાબ કિંગ્સ | 9.5 કરોડ |
110.5 કરોડ |
મુંબઈ ઈન્ડિયન્સ | 75 કરોડ |
45 કરોડ |
સનરાઇઝર્સ હૈદરાબાદ | 75 કરોડ |
45 કરોડ |
રાજસ્થાન રોયલ્સ | 79 કરોડ |
41 કરોડ |
ગુજરાત ટાઇટન્સ | 51 કરોડ |
69 કરોડ |