IPL 2025: કરોડો ખર્ચ કરી આ 3 ખેલાડીઓને રિટેન કરી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની તૈયારીઓ ધીરે ધીરે શરૂ થશે. IPLની આગામી સિઝન પહેલા મેગા ઓક્શન થવા જઈ રહી છે. આ પહેલા ટીમો રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરશે.
IPL 2025 Mumbai Indians: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની તૈયારીઓ ધીરે ધીરે શરૂ થશે. IPLની આગામી સિઝન પહેલા મેગા ઓક્શન થવા જઈ રહી છે. આ પહેલા ટીમો રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરશે. મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો તેઓ કોઈપણ કિંમતે ત્રણ ખેલાડીઓને ટીમમાં રાખવા ઈચ્છે છે. જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યાની સાથે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવનું નામ સામેલ છે. હાર્દિક પંડ્યા માટે છેલ્લી સિઝન સારી રહી ન હતી. પરંતુ તેમ છતાં તેની ટીમમાં જગ્યા બની શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને ગુજરાત ટાઇટન્સમાંથી ટ્રેડ કર્યો હતો. તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પંડ્યાએ ગત સિઝનમાં 14 મેચમાં 216 રન બનાવ્યા હતા. આ સાથે 11 વિકેટ પણ લીધી હતી. પરંતુ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જોકે મુંબઈ આ છતાં તેને જાળવી શકે છે. હાર્દિક જ્યારે ગુજરાત ટાઇટન્સમાં હતો ત્યારે તેને 15 કરોડ રૂપિયા મળતા હતા. આ પછી મુંબઈમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. જો કે આ વખતે પણ તેમની કિંમત સમાન રહી શકે છે.
વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ -
સૂર્યકુમાર યાદવ મુંબઈના સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેનોમાંનો એક છે. તે પોતાની વિસ્ફોટક બેટિંગને કારણે ઘણી ચર્ચામાં રહે છે. સૂર્યાએ ગત સિઝનમાં 11 મેચમાં 345 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. સૂર્યા આઈપીએલમાં અત્યાર સુધીમાં 150 મેચ રમી ચૂક્યો છે અને તેણે 3594 રન બનાવ્યા છે. તેણે 2 સદી અને 24 અડધી સદી ફટકારી છે. મુંબઈ કોઈપણ ભોગે સૂર્યાને જાળવી રાખવા માંગશે. સૂર્યા અત્યારે 8 કરોડ રૂપિયા પગાર મેળવી રહ્યો છે. પરંતુ હવે તેમની કિંમત વધી શકે છે. તે ટીમ ઈન્ડિયાનો ટી20 કેપ્ટન પણ બની ગયો છે.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ -
ઘાતક ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ મુંબઈના બોલિંગ આક્રમણનો જીવ છે. ટીમ તેને કોઈપણ કિંમતે છોડવા માંગતી નથી. બુમરાહે ગત સિઝનમાં 13 મેચમાં 20 વિકેટ લીધી હતી. તે આઈપીએલમાં અત્યાર સુધીમાં 133 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 165 વિકેટ ઝડપી છે. બુમરાહને મોટી રકમ મળી શકે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) પહેલા ઘણા ફેરફારો જોવા મળી શકે છે.
IPLમાંથી ખતમ થવા જઈ રહ્યો છે ઇમ્પેક્ટ પ્લેયરનો રૂલ? BCCI સેક્રેટરી જય શાહે આપી માહિતી