IPLમાંથી ખતમ થવા જઈ રહ્યો છે ઇમ્પેક્ટ પ્લેયરનો રૂલ? BCCI સેક્રેટરી જય શાહે આપી માહિતી
IPL 2025: આઈપીએલમાં તમામ ટીમોએ ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો ઉપયોગ કર્યો છે. હવે તેના ભવિષ્યને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. BCCI સેક્રેટરી જય શાહે આખરે ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ પર પોતાનું મૌન તોડ્યું છે.
Jay shah on IPL Impact Player Rule: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) પહેલા ઘણા ફેરફારો જોવા મળી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે IPLમાં છેલ્લા કેટલાક સિઝનથી અમલમાં રહેલા 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમના ભાવિ અંગે આખરે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે આ નિયમના ફાયદા અને ગેરફાયદા બંને છે અને તેના પર અંતિમ નિર્ણય થોડા દિવસોમાં લેવામાં આવશે.
જય શાહે ઇમ્પેક્ટ પ્લેયરના નિયમના ફાયદા અને ગેરફાયદા બને સમજાવ્યા છે.
'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ વિશે વાત કરતાં શાહે તેના ગુણદોષ બંને તરફ ધ્યાન દોર્યું. તેણે સ્વીકાર્યું કે આ નિયમ ઉભરતા ઓલરાઉન્ડરોની ભૂમિકાને નબળી બનાવી શકે છે, પરંતુ તે ભારતીય ખેલાડીઓને ટીમમાં વધારાનું સ્થાન આપે છે જ્યાંથી તેઓ તેમની પ્રતિભા દર્શાવી શકે છે. તેના કારણે નવા ખેલાડીઓને ટીમમાં પોતાની પ્રદર્શન આપવાનો એક મોકો મળતો હતો પરંતુ સાથે સાથે આના કારણે ઓલરાઉન્ડર અને નીચેના સ્થાને બેટિંગ અથવા બોલીગ કરતા પ્લેયરોની મુશ્કેલી વધી ગઈ.
જય શાહે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું - "તાજેતરમાં અમે ફ્રેન્ચાઈઝી માલિકો સાથે મીટિંગ કરી હતી, જેમાં 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ નિયમના ફાયદા અને ગેરફાયદા બંને છે. તેનો ગેરલાભ એ છે કે તે ભૂમિકાને મર્યાદિત કરે છે. એક ઓલરાઉન્ડરનું જો કે, આનું સકારાત્મક પાસું એ છે કે તે ભારતીય ખેલાડીને તેની પ્રતિભા દર્શાવવાની તક આપે છે. રમતગમત સૌથી મહત્વપૂર્ણ છે અમે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈશું.
ઇમ્પેક્ટ પ્લેયર નિયમથી કોને ફાયદો થાય છે?
આ નિયમ હેઠળ, ટીમોને એક વધારાનો ખેલાડી સામેલ કરવાની છૂટ છે, જે ફક્ત બેટિંગ અથવા બોલિંગ કરી શકે છે. જેના કારણે યુવા અને બિનઅનુભવી ઓલરાઉન્ડરોને રમવાની તક મળી રહી નથી. સાથે જ પંજાબ કિંગ્સ જેવી ટીમોને પણ આ નિયમનો ફાયદો થયો છે. IPL 2024માં પંજાબે આશુતોષ શર્માને 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે સામેલ કર્યો, જેમણે ઘણા શાનદાર પ્રદર્શન કર્યા અને આ સિઝનનો ઉભરતો ખેલાડી સાબિત થયો. આમ હવે આ નિયમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે જેના પર થોડાક દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.