શોધખોળ કરો

IPL 2025 Points Table: એક સ્પૉટ માટે હવે ત્રણ ટીમો વચ્ચે જંગ, કોની પાસે છે ઓરેન્જ અને પર્પલ કેપ

IPL 2025 Points Table: ગુજરાત ટાઇટન્સે રવિવારે ડબલ હેડરની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ પર ઐતિહાસિક જીત નોંધાવી હતી

IPL 2025 Points Table: ગુજરાત ટાઇટન્સે રવિવારે ડબલ હેડરની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ પર ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ પહેલી વાર હતું જ્યારે કોઈ ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 200 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. શુભમન ગિલે 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને સાઈ સુદર્શને 108 રનની ઇનિંગ રમી હતી. આ જીત સાથે ગુજરાતે પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની પ્લેઓફ ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ છે. હવે ફક્ત 1 સ્થાન બાકી છે અને તેના માટે 3 ટીમો વચ્ચે જંગ છે.

ગુજરાત ટાઇટન્સના 12 મેચ બાદ 18 પોઈન્ટ છે. રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળની RCB અને પંજાબ કિંગ્સના 17-17 પોઈન્ટ છે. બંનેએ 8-8 મેચ જીતી છે. આ ત્રણેય ટીમો પ્લેઓફમાં પહોંચી ગઈ છે. આ ટીમોએ હજુ લીગ તબક્કામાં 2-2 મેચ રમવાની છે. હવે તેમની વચ્ચે ટોપ 2 માં રહેવા માટે લડાઈ થશે, કારણ કે આ ટીમોને ફાઇનલમાં પહોંચવા માટે બે તક મળે છે.

ચોથા સ્થાન માટે MI, DC અને LSG વચ્ચે જંગ

મુંબઈ ઈન્ડિયન્સનો નેટ રન રેટ (1.156) બધી ટીમોમાં શ્રેષ્ઠ છે, જેણે 12 માંથી 7 મેચ જીતી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની આ ટીમ 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. મુંબઈ પાસે હજુ 2 મેચ બાકી છે. હાર છતાં દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની દોડમાં યથાવત છે, જોકે હવે તેને તેની બંને મેચ જીતવી પડશે. દિલ્હીએ 12 માંથી 6 મેચ જીતી છે અને આ ટીમનો નેટ રન રેટ 0.260 છે.

ઋષભ પંતના કેપ્ટનશીપ હેઠળ લખનઉ સુપર જાયન્ટ્સ છેલ્લી 3 મેચ સતત હારી ગયું છે, જેના પછી પ્લેઓફમાં પહોંચવાની તેમની શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે પરંતુ તેઓ હજુ પણ રેસમાં છે. લખનઉએ 11 માંથી 5 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં કોલકાતાથી નીચે 7મા ક્રમે છે. લખનઉનો નેટ રન રેટ માઈનસ (-0.469) માં છે. હવે તેમને ત્રણેય મેચ જીતવી પડશે, જો તેઓ એક પણ મેચ હારી જશે તો તેઓ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

IPL પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી ટીમો

કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ સત્તાવાર રીતે આઈપીએલ પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગયા છે. આ ચાર ટીમો હાલમાં પોઈન્ટ ટેબલમાં અનુક્રમે છઠ્ઠા, આઠમા, નવમા અને દસમા સ્થાને છે.

ઓરેન્જ કેપ હોલ્ડર (60 મેચ પછી)

હાલમાં ઓરેન્જ કેપ ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન સાઇ સુદર્શન પાસે છે. તેણે 12 મેચમાં 617 રન બનાવ્યા છે. યાદીમાં જુઓ સૌથી વધુ રન બનાવનારા ટોચના 5 બેટ્સમેન કોણ છે.

સાઈ સુદર્શન (GT) – 617 રન

શુભમન ગિલ (GT) – 601 રન

યશસ્વી જયસ્વાલ (RR) – 523 રન

સૂર્યકુમાર યાદવ (MI) – 510 રન

વિરાટ કોહલી (RCB) –505 રન

પર્પલ કેપ હોલ્ડર

પર્પલ કેપ પણ ગુજરાત ટાઇટન્સના એક ખેલાડીના નામે છે. પ્રસિદ્ધ કૃષ્ણા પર્પલ કેપ ધરાવે છે, તેણે 12 મેચમાં 21 વિકેટ લીધી છે. અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનારા ટોચના 5 બોલરોની યાદી જુઓ.

પ્રસિદ્ધ કૃષ્ણા(GT)- 21

નૂર અહેમદ (CSK)- 20

જોશ હેઝલવુડ (RCB)- 18

ટ્રેન્ટ બોલ્ટ (MI)- 18

વરુણ ચક્રવર્તી - 17

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget