IPL ૨૦૨૫: ગુજરાત ટાઇટન્સ સહિત ત્રણ ટીમ પ્લેઓફમાં પહોંચી, ચોથા સ્થાન માટે ૩ ટીમો વચ્ચે રોમાંચક જંગ
IPLની ૬૦મી મેચમાં ગુજરાતે દિલ્હીને સરળતાથી હરાવ્યું, GT ૧૮ પોઈન્ટ સાથે ટોસ પર, RCB અને PBKS ૧૭-૧૭ પોઈન્ટ સાથે ક્વોલિફાય, મુંબઈ, દિલ્હી અને લખનૌ છેલ્લી ટિકિટ માટે રેસમાં

IPL 2025 playoffs qualified teams: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL ૨૦૨૫) ની ૬૦મી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાયા બાદ પ્લેઓફનું ચિત્ર હવે વધુ સ્પષ્ટ બન્યું છે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર અને સરળ વિજય નોંધાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ સાથે, ગુજરાત ટાઇટન્સ IPL ૨૦૨૫ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.
ગુજરાતની જીતથી ૨ અન્ય ટીમોને પણ ફાયદો, પ્લેઓફમાં ક્વોલિફાય
ખાસ વાત એ છે કે, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સની જીતને કારણે વધુ બે ટીમોનું નસીબ પણ ખુલી ગયું છે અને તેમને પણ પ્લેઓફની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. અહેવાલો મુજબ, ગુજરાત ટાઇટન્સની જીતથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) ટીમોને પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થવામાં મદદ મળી છે.
પ્લેઓફ માટે ક્વોલિફાય થયેલી ટીમો અને તેમની સ્થિતિ:
ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ - આ ત્રણ ટીમો હવે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. ૬૦મી મેચના અંતે પોઈન્ટ ટેબલમાં તેમની સ્થિતિ નીચે મુજબ છે:
- ગુજરાત ટાઇટન્સ (GT): ૧૨ મેચમાં ૯ જીત સાથે ૧૮ પોઈન્ટ મેળવીને હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તેમની પાસે હજુ ૨ મેચ બાકી છે, અને ૨૨ પોઈન્ટ સુધી પહોંચીને ટેબલ ટોપર બનવાની સુવર્ણ તક છે.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB): ૧૨ મેચમાં ૮ જીત અને ૧ મેચ ડ્રો (વરસાદને કારણે) સાથે ૧૭ પોઈન્ટ મેળવી બીજા સ્થાને છે.
- પંજાબ કિંગ્સ (PBKS): ૧૨ મેચમાં ૮ જીત અને ૧ મેચ ડ્રો (વરસાદને કારણે) સાથે ૧૭ પોઈન્ટ મેળવી ત્રીજા સ્થાને છે.
આ ત્રણેય ટીમોએ આ સિઝનમાં impressive પ્રદર્શન કર્યું છે અને ૧૨-૧૨ મેચ રમીને માત્ર ૩-૩ મેચ જ હારી છે ( RCB અને PBKSની એક-એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી). હવે આ ટીમો વચ્ચેનો પડકાર ટોપ-૨ માં લીગ સ્ટેજ પૂર્ણ કરવાનો છે, જેથી તેમને ફાઇનલમાં પહોંચવા માટે બે તક (ક્વોલિફાયર ૧ અને ક્વોલિફાયર ૨) મળી શકે.
૧ સ્થાન માટે ૩ ટીમો વચ્ચે સ્પર્ધા:
ત્રણ ટીમોના પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત થયા બાદ, હવે પ્લેઓફમાં પહોંચવા માટે ફક્ત એક જ સ્થાન બાકી છે. આ એક સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ હજુ પણ પ્લેઓફની રેસમાં છે. આ ત્રણમાંથી ફક્ત એક જ ટીમ છેલ્લી પ્લેઓફ ટિકિટ મેળવી શકશે. ૬૦મી મેચના અંતે આ ટીમોની સ્થિતિ નીચે મુજબ છે:
- મુંબઈ ઇન્ડિયન્સ (MI): ૧૨ મેચમાં ૧૪ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
- દિલ્હી કેપિટલ્સ (DC): ૧૨ મેચમાં ૧૩ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.
- લખનૌ સુપર જાયન્ટ્સ (LSG): ૧૧ મેચમાં ૧૦ પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.




















