બાંગ્લાદેશનો મુસ્તફિઝુર રહમાન IPL ઓક્શનમાં થયો માલામાલ,KKR એ આટલા કરોડમાં ખરીદ્યો
કોલકાતા નાઈટ રાઈડર્સે બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહમાનને ₹9.2 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો. ચેન્નાઈ સુપર કિંગ્સ પણ મુસ્તફિઝુરને ખરીદવામાં રસ ધરાવતી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સે બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહમાનને ₹9.2 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો. ચેન્નાઈ સુપર કિંગ્સ પણ મુસ્તફિઝુરને ખરીદવામાં રસ ધરાવતી હતી. પરંતુ KKR એ અંતિમ બોલી જીતી લીધી. IPL 2026 ની હરાજીમાં KKR એ ન્યુઝીલેન્ડના ખેલાડી ટિમ સીફર્ટને પણ ખરીદી લીધો.
IPL 2026 ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે સૌથી વધુ પર્સ બેલેન્સ હતું. કેકેઆર પાસે ₹64.3 કરોડ રુપિયા હતા. તેમણે પહેલા કૈમરુન ગ્રીનને ₹25.2 કરોડમાં ખરીદ્યો. ત્યારબાદ તેઓએ મથીશા પથિરાનાને ₹18 કરોડ રુપિયા ખર્ચ કરી ખરીદ્યો. ત્યારબાદ KKR એ મુસ્તફિઝુર રહેમાન માટે ત્રીજી સૌથી વધુ બોલી લગાવી.
Make way for Mustafizur Rahman, @KKRiders fans! 💜
— IndianPremierLeague (@IPL) December 16, 2025
The left-arm quick will play for the 3⃣-time champions at INR 9.2 Crore 💰#TATAIPL | #TATAIPLAuction pic.twitter.com/TWALm1MdKx
મુસ્તફિઝુર રહેમાન IPL 2026
કોલકાતા નાઈટ રાઈડર્સે મુસ્તફિઝુર રહેમાનને ₹9.2 કરોડમાં ખરીદ્યો, તેની બેઝ પ્રાઈસ ₹2 કરોડ હતી. મુસ્તફિઝુરના IPL રેકોર્ડમાં પાંચ ટીમો માટે 60 મેચ અને 65 IPL વિકેટનો સમાવેશ થાય છે. તે પાછલી આવૃત્તિમાં દિલ્હી કેપિટલ્સ સાથે રિપ્લેસમેન્ટ તરીકે જોડાયો હતો, તેણે ત્રણ મેચમાં ચાર વિકેટ લીધી હતી.
કેકેઆરે ટિમ સીફર્ટને પણ ખરીદ્યો
કેકેઆરે ટિમ સીફર્ટને તેની બેઝ પ્રાઈસ 1.5 કરોડમાં ખરીદ્યો હતો. તે 2021માં ટીમ માટે રમ્યો હતો અને 2022માં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. તેણે ત્રણ આઈપીએલ મેચમાં 26 રન બનાવ્યા છે.
મથીશા પાથિરાનાને કોલકાતા નાઈટ રાઈડર્સે ₹18 કરોડમાં ખરીદ્યો છે, જેનાથી તે IPL હરાજી ઇતિહાસનો સૌથી મોંઘો શ્રીલંકન ક્રિકેટર બન્યો છે. હરાજી પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો અને આ વખતે CSK એ પથિરાના માટે એક પણ બોલી લગાવી ન હતી.
ગ્રીન માટે મોટી બોલી
કેમેરોન ગ્રીન 2 કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસ સાથે હરાજીમાં ઉતર્યો. શરૂઆતમાં, મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ ગ્રીનને ખરીદવાની દોડમાં હતા. કોલકાતા નાઈટ રાઇડર્સે પણ રસ દર્શાવ્યો. KKR એ ગ્રીન માટે બોલી લગાવવાનું ચાલુ રાખ્યું, પરંતુ રાજસ્થાન પીછેહઠ કરવા તૈયાર ન હતું. બોલી ઝડપથી 13 કરોડ રૂપિયાને વટાવી ગઈ. ત્યારબાદ CSK એ ગ્રીનને ખરીદવા માટે હરાજીમાં પણ પ્રવેશ કર્યો અને હવે CSK અને KKR વચ્ચે જોરદાર સ્પર્ધા છે. KKR એ ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો.



















