શોધખોળ કરો

મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર પૂરી? આ 5 ખેલાડીઓનું કંગાળ પ્રદર્શન બન્યું હારનું કારણ!

9 મેચમાં માત્ર 2 જીત સાથે પ્લેઓફની રેસમાંથી મુંબઈ લગભગ બહાર, આ 5 ખેલાડીઓ છે મુખ્ય ગુનેગાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • MI 2026 સિઝનમાં 9 માંથી 7 મેચ હારી, પ્લેઓફની શક્યતા ઓછી.
  • સૂર્યા, હાર્દિક, બુમરાહ, તિલક, અને ચહરનું ફોર્મ નબળું રહ્યું.
  • બેટિંગ અને બોલિંગમાં ખેલાડીઓની નિષ્ફળતા ટીમને ભારે પડી.
  • ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને કારણે મુંબઈ ઈન્ડિયન્સ બહાર થવાના આરે.

Mumbai Indians IPL 2026: IPL 2026 માં ખરાબ પ્રદર્શનના કારણે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમ લગભગ ટુર્નામેન્ટમાંથી બહાર થનારી પહેલી ટીમ બની ગઈ છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ટીમને માત્ર 2 માં જ જીત મળી છે અને તેના ખાતામાં ફક્ત 4 પોઈન્ટ છે. હવે જો ટીમ પોતાની બાકીની બધી જ 5 મેચ જીતી લે, તો પણ તેના વધુમાં વધુ 14 પોઈન્ટ થશે. આટલા ઓછા પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય લાગી રહ્યું છે. આમ તો મુંબઈની આખી ટીમ આ કંગાળ પ્રદર્શન માટે જવાબદાર છે, પણ આજે આપણે એવા 5 મુખ્ય ખેલાડીઓ વિશે વાત કરીશું જેમનું ખરાબ ફોર્મ ટીમને સૌથી વધુ નડી ગયું છે.

1. સૂર્યકુમાર યાદવ

પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. સૂર્યાએ આ સિઝનની 9 મેચમાં 20.33 ની સાવ સામાન્ય સરેરાશથી માત્ર 183 રન જ બનાવ્યા છે, જેમાં ફક્ત એક જ ફિફ્ટી સામેલ છે. તેનું બેટ શાંત રહેવાથી ટીમનો મિડલ ઓર્ડર સાવ ભાંગી પડ્યો અને મુંબઈ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું.

2. હાર્દિક પંડ્યા

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આ સિઝનમાં બેટિંગ, બોલિંગ અને કેપ્ટનશિપ - આ ત્રણેય મોરચે સાવ ફ્લોપ સાબિત થયો છે. બેટિંગમાં તેણે 8 ઇનિંગ્સમાં 20.85 ની સરેરાશથી માત્ર 146 રન બનાવ્યા છે અને એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. બીજી તરફ, બોલિંગમાં પણ તેને કોઈ ખાસ કમાલ નથી કરી અને માત્ર 4 જ વિકેટ ઝડપી છે.

3. જસપ્રીત બુમરાહ

ટીમનો સૌથી મોટો મેચ-વિનર અને દુનિયાનો શ્રેષ્ઠ બોલર ગણાતો જસપ્રીત બુમરાહ પણ આ વખતે નિરાશ કરી રહ્યો છે. 9 મેચ રમ્યા પછી તેના ખાતામાં માત્ર 3 જ વિકેટ છે. નવાઈની વાત તો એ છે કે શરૂઆતની 5 મેચોમાં તેને એક પણ વિકેટ નહોતી મળી! બુમરાહના આવા નબળા પ્રદર્શનથી મુંબઈનું આખું બોલિંગ આક્રમણ સાવ નબળું પડી ગયું છે.

MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી

4. તિલક વર્મા

મિડલ ઓર્ડરના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન તિલક વર્માએ પણ આ સિઝનમાં ચાહકોને નિરાશ કર્યા છે. તેણે 9 મેચની 9 ઇનિંગ્સમાં 24.12 ની સરેરાશથી 193 રન બનાવ્યા છે, જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, જો આ સદીના રન કાઢી નાખીએ તો બાકીની 8 ઇનિંગ્સમાં તેણે માત્ર 93 રન જ બનાવ્યા છે, જે તેનું અનિયમિત ફોર્મ દર્શાવે છે.

5. દીપક ચહર

આ સિઝનમાં મુંબઈ તરફથી રમતા દીપક ચહરને 3 મેચમાં તક મળી હતી, પણ તે ફક્ત 1 જ વિકેટ લઈ શક્યો છે. આ ઉપરાંત, તેણે 13.38 ના અત્યંત ખરાબ ઇકોનોમી રેટથી બોલિંગ કરી અને પુષ્કળ રન લૂંટાવ્યા. આવા કંગાળ પ્રદર્શનના કારણે જ તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર બેસવાનો વારો આવ્યો છે.

IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!

Frequently Asked Questions

IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન કેવું રહ્યું છે?

IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે. 9 મેચમાંથી માત્ર 2 જીત સાથે, ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.

સૂર્યકુમાર યાદવનું IPL 2026 માં બેટિંગ પ્રદર્શન કેવું રહ્યું છે?

સૂર્યકુમાર યાદવે 9 મેચમાં 20.33 ની સરેરાશથી 183 રન બનાવ્યા છે, જેમાં માત્ર એક ફિફ્ટી સામેલ છે. તેના ફોર્મ વિના ટીમનો મિડલ ઓર્ડર નબળો પડ્યો છે.

હાર્દિક પંડ્યાનું IPL 2026 માં પ્રદર્શન કેવું રહ્યું છે?

કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ, બોલિંગ અને કેપ્ટનશિપ - ત્રણેય મોરચે નિષ્ફળ રહ્યો છે. તેણે 8 ઇનિંગ્સમાં 146 રન બનાવ્યા છે અને માત્ર 4 વિકેટ લીધી છે.

જસપ્રીત બુમરાહે IPL 2026 માં કેવું પ્રદર્શન કર્યું છે?

જસપ્રીત બુમરાહે 9 મેચમાં માત્ર 3 વિકેટ લીધી છે. શરૂઆતની 5 મેચોમાં તેને એક પણ વિકેટ નહોતી મળી, જે તેના પ્રદર્શનને નબળું દર્શાવે છે.

દીપક ચહર IPL 2026 માં કેમ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થયો?

દીપક ચહર 3 મેચમાં માત્ર 1 વિકેટ લઈ શક્યો અને તેનો ઇકોનોમી રેટ 13.38 રહ્યો. આ ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી બહાર બેસાડવામાં આવ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget