IPL Auction: દિલ્હી કેપિટલ્સના ઓક્શન પર્સમાં બચ્યા છે 19.45 કરોડ, 5 સ્લૉટ છે ખાલી, અત્યારે આવી છે સ્ક્વૉડ
દિલ્હીની ટીમમાં હાલ 26 ખેલાડી છે, આમાં 20 ભારતીય અને 6 વિદેશી ખેલાડી છે. આ 26 ખેલાડીઓની કિંમત 75.55 કરોડ રૂપિયા છે.
Delhi Capitals in Auction: IPL 2023 માટે 23 ડિસેમ્બરે હરાજી થવાની છે, IPL ટીમોની પાસે કુલ 87 સ્લૉટ્સ ખાલી છે, જેના માટે 405 ખેલાડીઓની વચ્ચે રેસ જામી છે. IPL ની તમામ 10 ટીમોની પાસે આ 87 સ્લૉટ્સ માટે કુલ 206.5 કરોડ રૂપિયા ઉપલબ્ધ રહેશે, અહીં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની પાસે 5 સ્લૉટ ખાલી છે, અને તેના પર્સમાં કુલ 19.45 કરોડ રૂપિયા બાકી છે.
દિલ્હીની ટીમમાં હાલ 26 ખેલાડી છે, આમાં 20 ભારતીય અને 6 વિદેશી ખેલાડી છે. આ 26 ખેલાડીઓની કિંમત 75.55 કરોડ રૂપિયા છે. એક ટીમ વધુમાં વધુ 31 ખેલાડી રાખી શકે છે, આવામાં દિલ્હીની પાસે આ હરાજીમાં 5 ખેલાડીઓને પસંદ કરવાનો ઓપ્શન હશે, જેમાં બે ખેલાડી વિદેશી હોઇ શકે છે.
અત્યારે આવી છે દિલ્હી કેપિટલ્સની સ્ક્વૉડ -
એનરિચ નોર્ખિયા, અક્ષર પટેલ, ચેતન સાકરિયા, ડેવિડ વૉર્નર, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લલિત યાદવ, લુંગી એનગીડી, મિશેલ માર્શ, મુસ્તાફિઝૂર રહેમાન, પ્રવિણ તાંબે, પૃથ્વી શૉ, રિપલ પટેલ, ઋષભ પંત, રૉવમન પૉવેલ, સરફરાજ ખાન, સયૈદ ખલીલ અહેમદ, વિક્કી ઓસ્તવાલ, યશ ધુલ, અમન ખાન (ટ્રાન્સફર થઇને આવ્યો).
દિલ્હીએ આ ચાર ખેલાડીઓને કર્યા હતા રિલીઝ -
અશ્વિન હીબ્બાર, કેએસ ભરત, મનદીપ સિંહ, ટિમ સેઇફર્ટ.
દિલ્હી કેપિટલ્સે શાર્દૂલ ઠાકુરને છુટો કરીને આ બેટ્સમેનને સમાવ્યો ટીમમાં
Delhi Capitals Team: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)માં શાર્દૂલ ઠાકુર (Shardul Thakur) કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમશે. ખરેખરમાં, દિલ્હી કેપિટલ્સે શાર્દૂલ ઠાકૂરને રિલીઝ કરી દીધો છે, વળી, શાર્દૂલની જગ્યાએ હવે ટીમમાં ઓલરાઉન્ડર અમન ખાનને સામેલ કરવામાં આવ્યો છે, અમને આઇપીએલમાં કેકેઆર તરફથી ડેબ્યૂ કર્યુ હતુ, જોકે, તેને બસ એક જ મેચ રમવાનો મોકો મળ્યો હતો.
કોણ છે અમન ખાન -
દિલ્હી કેપિટલ્સમાં સામેલ કરવામાં આવેલો અમન ખાન મુંબઇ તરફથી ડૉમેસ્ટિક ક્રિકેટ રમે છે, તેને અત્યાર સુધી 5 લિસ્ટ એ અને 14 ટી20 મેચો રમી છે, જેમાં તેને 166 ની સ્ટ્રાઇક રેટથી 153 રન બનાવ્યા છે. વળી, બૉલિંગમાં અમને લિસ્ટ એમાં 2 અને ટી20 માં 4 વિકેટો પોતાના નામે કરી છે. વળી, શ્રેયસ અય્યરની સાથે જૂનિયર ક્રિકટ રમી ચૂક્યો છે. હવે અમન ખાનને આઇપીએલમાં દિલ્હીની ટીમમાં પોતાનો જલવો બતાવવાનો મોકો મળશે.