શોધખોળ કરો

Dhoni Video: IPL જીત્યા બાદ ધોની રાત્રે સાડા ત્રણ વાગે ફરીથી આવ્યો ગ્રાઉન્ડ પર, જાણો કેમ

હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દેખાઇ રહ્યું છે કે, ચેન્નાઈની ટીમના તમામ સભ્યો ફાઇનલ મેચ જીત્યા બાદ આઈપીએલ ટ્રોફી ડ્રેસિંગ રૂમમાં પહોંચી ચૂક્યા હતા,

IPL Final: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે રિઝર્વ ડેના દિવસે આઇપીએલની 16મી સિઝનમાં નવું ચેમ્પયીન મળી ગયું, ચેન્નાઇની ટીમે ગુજરાતની ટીમને હરાવીને પાંચમી વાર ટ્રૉફી પોતાના નામે કરી લીધી, આ સાથે જ સોશ્યલ મીડિયા પર આઇપીએલ ફાઇનલ મેચના જુદાજુદા વીડિયો વાયરલ થઇ રહ્યા છે, હવે કેપ્ટન કૂલ ધોનીની નવો વીડિયો સામે આવ્યો છે, આ વીડિયો આઇપીએલ ફાઇનલ જીત બાદનો છે, જ્યારે ધોની અડધી રાત્રે સાડા ત્રણ વાગે ફરીથી મેદાન પર આવ્યો હતો.

હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દેખાઇ રહ્યું છે કે, ચેન્નાઈની ટીમના તમામ સભ્યો ફાઇનલ મેચ જીત્યા બાદ આઈપીએલ ટ્રોફી ડ્રેસિંગ રૂમમાં પહોંચી ચૂક્યા હતા, પરંતુ આ સમયે કેપ્ટન કૂલની નજર મેદાન પર જ હતી, મોડી રાત્રે લગભગ સાડા ત્રણ વાગે મેદાન પણ કવર્સથી ઢંકાઈ ચૂક્યું હતું. પંરતુ અચાનક કેપ્ટન કૂલ ધોની મેદાન આંટો મારવા નીકળ્યો હતો. આ સમયે માહીના ફેન્સ સ્ટેડિયમમાં જ હાજર હતા અને રાત્રે ફરી એકવાર ધોની પોતાના ફેન્સને આ રીતે સ્ટેડિયમમાં બેસેલા અને સૂતેલા જોઇને ભાવુક થઇ ગયો હતો, ધોનીએ હાથ હલાવીને તમામનો આભાર માન્યો. ખાસ વાત છે કે, ધોની રાત્રે અચાનક મેદાન પર પોતાના ફેન્સને જોવા માટે જ આવ્યો હતો. આ સમયે ધોની ખુબ જ ભાવુક હતો.

ઉલ્લેખનીય છે કે, 28મી મેએ આઇપીએલની 16મી સિઝનની ફાઇનલ મેચ રમાવવાની હતી, પરંતુ આ મેચ વરસાદના કારણે ન હતી રમાઇ શકી, અને બીસીસીઆઇએ તાત્કાલિક ધોરણે રિઝર્વ ડેનો નિર્ણય કર્યો અને ધોનીની ટીમ બીજા દિવસે 29મી મેએ ચેમ્પીયન બની ગઇ હતી. મેચમાં ગુજરાત તરફથી એટલે કે ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે મળેલા 15 ઓવરમાં 171 રનના ટાર્ગેટને સીએસકેની ટીમે છેલ્લા બૉલ પર હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ડેવૉન કૉનવે ભલે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો પરંતુ તમામ ફેન્સનું દિલ રવિન્દ્ર જાડેજાએ જીતી લીધુ હતુ. જાડેજાએ છેલ્લા બે બૉલમાં છગ્ગો અને ચોગ્ગો ફટકારીને ધોનીને પાંચમીવાર ચેમ્પીયન કેપ્ટન બનાવ્યો હતો.

આ સિઝનમાં સીએસકેના બેટ્સમેનો ચમક્યા હતા, ડેવૉન કૉનવેએ ટીમ માટે સૌથી વધુ 672 રન બનાવ્યા, ગાયકવાડે 590 રન બનાવ્યા. શિવમ દુબેએ પણ 418 રન બનાવ્યા છે, તો રહાણેએ 326 રન બનાવ્યા હતા. બૉલિંગમાં જાડેજાએ 20 અને પથિરાનાએ 19 વિકેટ લીધા. તુષાર દેશપાંડેએ સૌથી વધુ 21 વિકેટ લીધી છે. સ્પષ્ટ છે કે તમામ ખેલાડીઓએ પોતાનું યોગદાન આપ્યું અને આ જ કારણ છે કે ટીમ ચેમ્પીયન બની. ગજબની વાત એ છે કે છેલ્લા વર્ષે આ ટીમ 9 નંબર પર હતી પણ હવે દુનિયા તેને સલામ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget