GT vs PBKS: ગુજરાત ટાઈટન્સનો નંબર-1 ક્રિકેટર બન્યો શુભમન ગિલ, હોમ ગ્રાઉન્ડ પર બનાવ્યો આ મોટો રેકોર્ડ
ગુજરાત ટાઇટન્સના નવા કેપ્ટન શુભમન ગિલે હોમ ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ સામે ઇતિહાસ રચ્યો હતો. 4 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં ગિલે આ સિઝનની પ્રથમ અડધી સદી ફટકારી હતી.
GT vs PBKS: ગુજરાત ટાઇટન્સના નવા કેપ્ટન શુભમન ગિલે હોમ ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ સામે ઇતિહાસ રચ્યો હતો. 4 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં ગિલે આ સિઝનની પ્રથમ અડધી સદી ફટકારી હતી. ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલે 48 બોલનો સામનો કરીને 89 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે ગુજરાતે સ્કોર બોર્ડ પર 199 રન બનાવ્યા હતા. આઈપીએલમાં કેપ્ટન તરીકે ગિલનો આ પહેલો 50 પ્લસ સ્કોર હતો. તમને જણાવી દઈએ કે સ્ટાર ભારતીય બેટ્સમેન ગિલ IPL ઈતિહાસમાં 9મો સૌથી યુવા કેપ્ટન બન્યો છે.
વાસ્તવમાં, ગુજરાત ટાઇટન્સ (GT)ના કેપ્ટન શુભમન ગીલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (PBKS) સામે જોરદાર બેટિંગ કરી હતી. તેમણે ગુજરાતને શાનદાર શરૂઆત અપાવી. ગુજરાત માટે ગિલે 48 બોલમાં 89 રનની અણનમ ઇનિંગ રમી જેમાં 6 ફોર અને 4 સિક્સ સામેલ હતી. તેણે હોમ ગ્રાઉન્ડ પર 185ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને પંજાબ કિંગ્સના બોલરો માટે મુશ્કેલી ઊભી કરી.
આ દરમિયાન શુભમન ગિલે ઈતિહાસ રચ્યો હતો. ગિલ ગુજરાત ટાઇટન્સ માટે 1500 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે. 24 વર્ષના ગિલે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આજ સુધી ગુજરાત ટાઈટન્સનો કોઈ બેટ્સમેન ગિલ પહેલા 1000 રન પણ બનાવી શક્યો નથી. ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા હાર્દિક પંડ્યાએ 833 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ મિલરે 817 રન બનાવ્યા છે.
ગુજરાત ટાઇટન્સ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
1. શુભમન ગિલ- 1500 રન
2. હાર્દિક પંડ્યા- 833 રન
3. ડેવિડ મિલર- 817 રન
4. રિદ્ધિમાન સાહા- 764 રન
5. સાઈ સુદર્શન- 667 રન
IPL 2024 ની 17મી મેચમાં પંજાબ કિંગ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો. આ મેચમાં પંજાબની જીત થઈ હતી. ગિલે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સે શશાંક સિંહના એક બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. શશાંકે 29 બોલનો સામનો કર્યો અને અણનમ 61 રન બનાવ્યા. આશુતોષે 17 બોલનો સામનો કર્યો અને 31 રનની ઇનિંગ રમી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2024ની 17મી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું હતું. પંજાબ એક બોલ બાકી રહેતા જીતી ગયું. પંજાબે ગુજરાતના જડબામાંથી જીત છીનવી લીધી એમ કહેવું ખોટું નહીં હોય. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 199 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં પંજાબ કિંગ્સે એક સમયે માત્ર 70 રનમાં પોતાની તમામ મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. ત્યારબાદ શશાંક સિંહે ગુજરાતના બોલરો પર પ્રહારો કર્યા હતા. તેણે ઈમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્મા સાથે કરિશ્માઈ બેટિંગ કરીને પોતાની ટીમને જીત તરફ દોરી. શશાંકે માત્ર 29 બોલમાં 61 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જ્યારે આશુતોષ શર્માએ 17 બોલમાં 31 રન બનાવ્યા હતા.