ભારતના યુવા ક્રિકેટરનો કમાલ, આઇપીએલમાં બેટિંગ અને ફિલ્ડિંગમાં એકસાથે બનાવ્યો આ ખાસ રેકોર્ડ
રાજસ્થાનના ખેલાડી રિયાન પરાગે આઇપીએલમાં કોઇ એક મેચમાં ફિફ્ટી ફટકારવાની સાથે સાથે ચાર કેચ ઝડપનારો ત્રીજો ખેલાડી બની ગયો છે
Riyan Parag Record Royal Challengers Bangalore vs Rajasthan Royals: આઇપીએલ 2022ની 39મી મેચમાં રાજસ્થાન રૉયલ્સે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરને 29 રનોથી હરાવ્યુ. આ મેચમાં રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 145 રનોનો ટાર્ગેટ આપ્યો હતો, જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી
જવાબમાં બેંગ્લૉરની ટીમ 115 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ. રાજસ્થાન માટે રિયાન પરાગે શાનદાર ઇનિંગ રમી. તેને અણનમ ફિફ્ટી ફટકારી. આી સાથે સાથે તેને ફિલ્ડિંગમાં પણ કમાલ કર્યો. પરાગે 4 કેચ પકડ્યા, આની મદદથી તેને એક રેકોર્ડ બનાવ્યો.
રાજસ્થાનના ખેલાડી રિયાન પરાગે આઇપીએલમાં કોઇ એક મેચમાં ફિફ્ટી ફટકારવાની સાથે સાથે ચાર કેચ ઝડપનારો ત્રીજો ખેલાડી બની ગયો છે. દિલચસ્પ વાત એ છે કે આવુ કરનારો તે પહેલો ભારતીય ખેલાડી છે. પરાગે આરસીબી વિરુદ્ધ મેચમાં 31 બૉલનો સામનો કરતા 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદતી અણનમ 56 રન બનાવ્યા. આ પછી તેને આરસીબીના ચાર ખેલાડીઓના કેચ પકડ્યા. આ રીતે તે આઇપીએલમાં આ ખાસ રેકોર્ડ બનાવવામાં સફળ થયો હતો.
RCB vs RR: રાજસ્થાન રોયલ્સની 29 રનથી જીત, 115 રનમાં બેંગ્લોર ઓલ આઉટ, કુલદીપ સેને 4 અને અશ્વિને 3 વિકેટ લીધી
પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગના અણનમ 56 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 19.3 ઓવરમાં માત્ર 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન માટે યુવા ઝડપી બોલર કુલદીપ સેને 3.3 ઓવરમાં માત્ર 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય રવિચંદ્રન અશ્વિને પણ 3 વિકેટ ઝડપી હતી.
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 39મી મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 29 રનથી હરાવ્યું હતું. રાજસ્થાનની આઠ મેચોમાં આ છઠ્ઠી જીત છે. આ સાથે RCBની 9 મેચોમાં આ ચોથી હાર છે.
આ પણ વાંચો........
Surya Grahan 2022 : 30 એપ્રિલે થઇ રહ્યું છે સૂર્યગ્રહણ, ગર્ભવતી મહિલાઓ આ વાતોનું રાખવું પડશે ધ્યાન
Panchak April 2022 : ખૂબ જ વિશેષ યોગ થઇ રહ્યો છે સમાપ્ત, સમાપનનો સમય અને દિવસ જાણી લો
ગુજરાતના આ મહાનગરની 7 ગુજરાતી શાળાઓને વાગી શકે છે તાળા, જાણો વિગત
Corona Cases Today: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં આવ્યો ઉછાળો, જાણો શું છે સ્થિતિ