હવે ફ્રીમાં નહીં જોઇ શકો IPL, 25 એપ્રિલથી JioCinema પર આવી રહ્યો છે આ પ્લાન
JioCinemaએ X પર એક નાનો વીડિયો રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વીડિયોની વચ્ચે આવતી જાહેરાતોથી લોકો પરેશાન છે
Jio Cinema New Subscription Plan: વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Jio Cinema તેના યૂઝર્સ માટે નવા સબસ્ક્રિપ્શનની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ આ અંગે એક વીડિયો પણ શેર કર્યો છે. આમાં યૂઝર્સને એડ ફ્રી એક્સપીરિયન્સ પણ મળશે. આ પછી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ Jio પ્લેટફોર્મ પર IPL જોવા માટે લોકો પાસેથી ચાર્જ લેવામાં આવશે, પરંતુ આ કેટલી સાચી છે તે અંગે કંપની દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
JioCinemaએ X પર એક નાનો વીડિયો રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વીડિયોની વચ્ચે આવતી જાહેરાતોથી લોકો પરેશાન છે અને આ જાહેરાતો જોઈને કંટાળી ગયા છે. તેથી કંપની 25મી એપ્રિલે નવું એડ-ફ્રી સબસ્ક્રિપ્શન લાવી રહી છે. તેમાં ફેમિલી પ્લાન પણ સામેલ છે. IPL મેચો વચ્ચે ઘણી બધી જાહેરાતો થાય છે, આવી સ્થિતિમાં લોકોનો IPL જોવાનો આનંદ બગડી જાય છે.
જિઓ ઓફરકરે છે 2 સબ્સક્રિપ્શન પ્લાન
હાલમાં, લોકો Jio સિનેમા પર મફતમાં IPL જોઈ શકે છે, પરંતુ હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી સબ્સ્ક્રિપ્શન પ્લાન સાથે આ સમસ્યા હલ થઈ શકે છે. જો કે હજુ સુધી Jio તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. હાલમાં Jio સિનેમા બે પ્રકારના પ્લાન ઓફર કરે છે. 999 રૂપિયાનો પ્લાન છે જે વાર્ષિક છે. આ સિવાય બીજો પ્લાન 99 રૂપિયાનો માસિક પ્લાન છે. જો તમે આ પ્લાન લો છો તો પણ તે સંપૂર્ણપણે એડ ફ્રી નથી.
અત્યાર સુધી Jio સિનેમા પર મફતમાં IPL જોવા માટે, યૂઝર્સ Jio સિનેમા એપ્લિકેશન ડાઉનલૉડ કરે છે અને મેચ જુએ છે. Jio Cinema એ IPL મેચો માટે પોતાની એપમાં ઘણી ખાસ સુવિધાઓ પણ સામેલ કરી છે. ઉદાહરણ તરીકે, યૂઝર્સ બહુવિધ ભારતીય ભાષાઓમાં મેચ કોમેન્ટ્રી સાંભળી શકે છે અને 360 ડિગ્રી કેમેરા એંગલનો ઉપયોગ પણ કરી શકે છે, જે પછી યૂઝર્સને માત્ર એક બાજુથી જ નહીં પણ ચારે બાજુથી મેચ જોવા મળશે.