IPL 2025: કેપ્ટન બનતાં જ પંતે કયા ખેલાડીને કર્યો યાદ, IPL માં કઇ રીતે રમવાની વાત કરી...
Lucknow Super Giants IPL 2025 Captain Rishabh Pant: લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયેન્કાએ ઋષભ પંત સાથે પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી

Lucknow Super Giants IPL 2025 Captain Rishabh Pant: ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બની ગયો છે. ટીમના માલિક સંજીવ ગોયેન્કાએ તેમની સાથે પ્રેસ કૉન્ફરન્સ યોજી અને નવા કેપ્ટનની જાહેરાત કરી. કેપ્ટન તરીકે નિયુક્ત થયા પછી ઋષભ પંતની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી છે.
ઋષભ પંતે કહ્યું, "મેં મારા બધા કેપ્ટનો પાસેથી ઘણું શીખ્યું છે. રોહિત શર્મા પાસેથી તમે શીખો છો કે ખેલાડીની સંભાળ કેવી રીતે રાખવી. આ એવી વસ્તુ છે જે મેં તેના નેતૃત્વમાંથી શીખી છે અને એક કેપ્ટન તરીકે હું તેને પુનરાવર્તન કરવા માંગુ છું." લખનઉના નવા કેપ્ટને આગળ કહ્યું, "માહી ભાઈના શબ્દો ખૂબ પ્રખ્યાત છે. એમએસ ધોનીએ કહ્યું હતું કે પ્રક્રિયાને અનુસરો, અને પરિણામો આપમેળે આવશે. હું આ ધ્યાનમાં રાખીશ."
ઋષભ પંત બનશે આઇપીએલનો સૌથી મહાન કેપ્ટન- LSG માલિક
લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયેન્કાએ ઋષભ પંત સાથે પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જાહેરાત કરી કે ઋષભ પંત લખનઉ સુપર જાયન્ટ્સની જવાબદારી સંભાળશે. આ સાથે સંજીવ ગોયેન્કાએ દાવો કર્યો હતો કે ઋષભ પંત IPLના ઇતિહાસમાં સૌથી મહાન કેપ્ટન બનશે. તમને જણાવી દઈએ કે ઋષભ પંત અગાઉ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન હતો.
LSG ના માલિક સંજીવ ગોયેન્કાએ કહ્યું, "લોકો હાલમાં સૌથી સફળ IPL કેપ્ટનોની યાદીમાં 'માહી (એમએસ ધોની) અને રોહિત' કહે છે. મારા શબ્દો યાદ રાખો. 10-12 વર્ષ પછી તે 'માહી, રોહિત અને ઋષભ પંત' હશે."
આ સાત ટીમોના કેપ્ટનો થઇ ગયા કન્ફૉર્મ
IPL 2025 માં અત્યાર સુધીમાં સાત ટીમોના કેપ્ટન નક્કી થઈ ગયા છે. લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસન, મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર અને સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ છે. હવે RCB, KKR અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટનોની જાહેરાત હજુ બાકી છે.
આ પણ વાંચો
IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટનના નામની જાહેરાત, 27 કરોડનો ખેલાડી સંભાળશે કમાન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
