LSG vs GT: રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનૌને 7 રને હરાવ્યું
ગત સીઝનની જેમ આ વખતે પણ બંને ટીમો શાનદાર લયમાં છે

Background
ગુજરાત 7 રને જીત્યું
ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 7 રનથી હરાવ્યું હતું. ગુજરાતે છેલ્લી ઓવરમાં સતત 4 વિકેટ લઈને મેચની દિશા બદલી નાખી હતી. ઓછા સ્કોર છતાં ગુજરાતે બોલરોના દમ પર મેચ જીતી લીધી હતી. ટીમે પ્રથમ બેટિંગ કરતા 135 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌના ખેલાડીઓ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 128 રન જ બનાવી શક્યા હતા.
લખનૌએ 16 ઓવરમાં 109 રન બનાવ્યા
લખનૌએ 16 ઓવરમાં 109 રન બનાવ્યા હતા. રાહુલ 60 રન બનાવીને રમી રહ્યો છે. નિકોલસ પૂરને 5 બોલમાં 1 રન બનાવ્યો હતો. ટીમને જીતવા માટે 24 બોલમાં 27 રનની જરૂર છે.
કેએલ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી, પંડ્યા
કેએલ રાહુલે પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 38 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા છે. કૃણાલ પંડ્યા 23 બોલમાં 23 રન કરી આઉટ થયો છે. હાલમાં લખનૌને 33 બોલમાં 30 રનની જરૂર છે.
લખનૌને જીતવા માટે 60 બોલમાં 56 રનની જરૂર
લખનૌ સુપર જાયન્ટ્સે 10 ઓવરમાં 80 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 60 બોલમાં 56 રનની જરૂર છે. કેએલ રાહુલ 42 રન બનાવીને રમી રહ્યો છે. કૃણાલ પંડ્યાએ 14 રન બનાવ્યા છે. આ બંને વચ્ચે 25 રનની ભાગીદારી થઈ છે.
લખનૌને પહેલો ફટકો, મેયર્સ આઉટ
લખનૌ સુપર જાયન્ટ્સની પ્રથમ વિકેટ પડી. કાયલ મેયર્સ 19 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. રાશિદ ખાને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. લખનૌએ 6.3 ઓવરમાં 55 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 81 બોલમાં 81 રનની જરૂર છે.