IPL 2022: કેએલ રાહુલને ડબલ ઝટકો, હાર પછી મળી આ મોટી સજા, જાણો
લખનઉના કેપ્ટન કેએલ રાહુલ પર આઇપીએલ કૉડ ઓફ કન્ડક્ટનુ ઉલ્લંઘન કરવાના મામલે મેચ ફીનો 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL 2022: ગઇકાલે રમાયેલી લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની મેચમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલને ડબલ ઝટકો લાગ્યો છે. એકબાજુ ટીમને હારનો સામનો કરવો પડ્યો છે, તો બીજીબાજુ રાહુલ પર આઇપીએલ કમિટીએ દંડ ફટકારી દીધો છે. રાહુલ ઉપરાંત લખનઉના ઓલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસને પણ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ ઠપકો આપવામાં આવ્યો છે.
લખનઉના કેપ્ટન કેએલ રાહુલ પર આઇપીએલ કૉડ ઓફ કન્ડક્ટનુ ઉલ્લંઘન કરવાના મામલે મેચ ફીનો 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. મંગળવારે નવી મુંબઇ ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બેંગ્લૉર વિરુદ્ધ લખનઉને 18 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ પછી ટીમ પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર આવી ગઇ છે.
મેચમાં લખનઉની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ બેંગ્લોરની ટીમે 6 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 64 બોલમાં 96 રન બનાવ્યા હતા. શાહબાઝ અહેમદે 26 અને ગ્લેન મેક્સવેલે 23 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ 8 વિકેટે 163 રન જ બનાવી શકી અને 18 રનથી મેચ હારી ગઈ. કૃણાલ પંડ્યાએ 28 બોલમાં 42 અને કેપ્ટન કેએલ રાહુલે 24 બોલમાં 30 રન બનાવ્યા હતા. જોશ હેઝલવુડે 4 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો.....
ભરઉનાળે માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી
દીકરીના લગ્નમાં આ રાજ્ય સરકાર આપશે 1 લાખ રૂપિયાની આર્થિક મદદ! જાણો કોને મળશે આ યોજનાનો લાભ
Covid-19 Vaccine: કોરોનાના મિક્સ બૂસ્ટર ડોઝને જલદી મળી શકે છે મંજૂરી, જાણો વિગતે
કોંગ્રેસનું મિશન 2024: P.K ના સૂચનો પર કામ કરવા સોનિયાએ પેનલ બનાવી, જાણો કયા નેતાઓનો સમાવેશ થયો