IPL 2023 : રોમાંચક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સનો શાનદાર વિજય
IPLના ઈતિહાસમાં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો 28 વખત સામસામે આવી ચુકી છે. આંકડા દર્શાવે છે કે રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સનો હાથ ઉપર છે.

Background
MI vs RR, IPL 2023 Live: આજે બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. બંને ટીમો વચ્ચેની મેચ સાંજે 7.30 કલાકે શરૂ થઈ હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ બીજા નંબરે છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ આઠમા નંબરે છે. જો કે, શું મુંબઈ ઈન્ડિયન્સ આ મેચ જીતી શકશે કે પછી રાજસ્થાન રોયલ્સ પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખશે.
IPLના ઈતિહાસમાં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો 28 વખત સામસામે આવી ચુકી છે. આંકડા દર્શાવે છે કે રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સનો હાથ ઉપર છે. વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 15 વખત હરાવ્યું છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 13 વખત હરાવ્યું છે. ભલે આંકડા મુંબઈ ઈન્ડિયન્સની તરફેણમાં હોય, પરંતુ આ સમયે રાજસ્થાન રોયલ્સની ટીમ શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ તેમના હોમ ગ્રાઉન્ડ પર રમશે, પરંતુ આ મેદાન પર રોહિત શર્માની ટીમના આંકડા શાનદાર છે.
મુંબઈ ઈન્ડિયન્સની રોમાંચક જીત
મુંબઈ ઈન્ડિયન્સે 19.3 ઓવરમાં જ 213 રનનો લક્ષ્યાંંક કર્યો હાંસલ. ડેવિડના 14 બોલમાં અણનમ 45 રન.
મેચ રોમાંચક તબક્કામાં
મુંબઈને જીતવા માટે 12 બોલમાં 32 રનની જરૂર. મેચ રોમાંચક તબક્કામાં પહોંચી.




















