(Source: ECI/ABP News/ABP Majha)
CSK New Captain: ધોનીએ ચેન્નઇ સુપરકિંગ્સની કેપ્ટનશીપ છોડી, આ ગુજરાતી ખેલાડીને બનાવાયો નવો કેપ્ટન
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુરુવારે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટન્સી છોડી દીધી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુરુવારે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટન્સી છોડી દીધી છે. તેના સ્થાને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કમાન સોંપવામાં આવી છે.
📑 Official Statement 📑#WhistlePodu #Yellove 💛🦁 @msdhoni @imjadeja
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022
આ વખતે ચેન્નઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ધોનીને આ સિઝન માટે માત્ર 12 કરોડમાં જ રિટેન કરવામાં આવ્યો હતો. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.
જાડેજા ચેન્નઈ ટીમનો ત્રીજો કેપ્ટન હશે
જાડેજા 2012થી ચેન્નઈની ટીમ સાથે છે. તે CSK ટીમનો ત્રીજો કેપ્ટન હશે. મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝન એટલે કે 2008થી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. 213 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ 130 મેચમાં ટીમને જીત અપાવી છે. આ વચ્ચે સુરેશ રૈનાએ 6 મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે જેમાંથી ટીમ માત્ર 2 મેચ જીતી શકી છે. ચેન્નઈ અને કોલકાતા વચ્ચે ઓપનિંગ મેચ ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થશે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે.