(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022 પર આતંકનો ખતરો, વાનખેડે સ્ટેડિયમ અને ટ્રાઇડેન્ટ હોટલની રેકી કર્યાની આતંકીઓની કબૂલાત
મુંબઈમાં શનિવારથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દર્શકો સ્ટેડિયમમાં બેસીને મેચની મજા માણી શકશે
IPL 2022 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આઇપીએલની મેચ પર આતંકનો ખતરો મંડરાઇ રહ્યો છે. મુંબઇ પોલીસે આઇપીએલ મેચ દરમિયાન આતંકી હુમલાને લઇને એલર્ટ જાહેર કર્યુ છે. ATSની પૂછપરછ દરમિયાન પકડાયેલા આતંકીઓએ આ વાતની કબૂલાત કરી હતી. આતંકવાદીઓએ વાનખેડે સ્ટેડિયમ, ટ્રાઇડેન્ટ હોટેલ અને આસપાસના રસ્તાની તપાસ કરી હતી અને સુરક્ષાની સ્થિતિની જાણકારી મેળવી હતી. IPL મેચોને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમ, ખેલાડીઓ રોકાયા છે તેવી હોટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સુરક્ષા માટે 26 માર્ચથી 22 મે સુધી ક્વિક રિસ્પોન્સ ટીમ, બોમ્બ સ્કવોડ અને રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સને તૈનાત કરવામાં આવ્યા છે. આતંકીઓની કબૂલાત બાદ હવે ખેલાડીઓની બસને સ્થળ પર લાવવા માટે ખાસ એસ્કોર્ટ આપવામાં આવશે. હોટલોમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત અમ્પાયરો અને મેચ અધિકારીઓને પણ સુરક્ષા આપવામાં આવશે.
આ IPL સિઝનની લીગ મેચો માત્ર મુંબઈ અને પુણેમાં જ રમાશે. કુલ 70 લીગ મેચોમાંથી 20 મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે જ્યારે 15 મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. નવી મુંબઈમાં અન્ય બે વિનસ ડીવાય પાટિલ સ્ટેડિયમ અને પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ અનુક્રમે 20 અને 15 મેચોની યજમાની કરશે.
મુંબઈમાં શનિવારથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દર્શકો સ્ટેડિયમમાં બેસીને મેચની મજા માણી શકશે, જેના માટે બુધવારથી ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે. આયોજકોએ જણાવ્યું હતું કે સ્ટેડિયમની કુલ ક્ષમતાના 25 ટકા દર્શકોને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. IPL 2022 ની પ્રથમ મેચમાં શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ સિઝનમાં કુલ 74 મેચ રમાશે.
વૉટ્સએપમાં આવ્યુ મલ્ટી-ડિવાઇસ ફિચર, આ રીતે કરી શકાશે એકસાથે 4 ફોનને કનેક્ટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ..........
કોરોના પ્રતિબંધમાંથી મુક્તિઃ આ દેશમાં કોરોનાના કેસ ઘટતા સરકારે કોવિડ સંબંધિત પ્રતિબંધો હટાવ્યા
PM Kisan Mandhan Yojana: મોદી સરકાર આ યોજનામાં ખેડૂતોને દર મહિને આપે છે ત્રણ હજાર રૂપિયા, જાણો કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન
Corona Cases USA: કોરોના હજુ ગયો નથી, અમેરિકામાં નવા કોરોના કેસમાં ઓમિક્રોન સબ વેરિઅન્ટના 35 ટકા કેસ નોંધાતા ફફડાટ