PBKS vs GT: પંજાબમાં લિવિંગસ્ટોન અને ગુજરાતમાં હાર્દિકની વાપસી, આવી હોઇ શકે છે પ્લેઇંગ ઇલેવન
આજે (13 એપ્રિલ) IPLમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે.
આજે (13 એપ્રિલ) IPLમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ સીઝનમાં બંને ટીમો અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ મેચ રમી ચૂકી છે. તેમને બે મેચમાં જીત અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબ કિંગ્સ માટે સારી વાત એ છે કે ભાનુકા રાજપક્ષે અને લિયામ લિવિંગસ્ટોન જેવા બેટ્સમેનો તેમના પ્લેઇંગ-11માં પાછા ફરી શકે છે. બીજી તરફ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ ગુજરાતમાં વાપસી કરશે. આવી સ્થિતિમાં આજની મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે છે.
Sadda Akhada is house full for tonight's game! 😍#SherSquad, tuhade jazbe da jawab nahi!#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #PBKSvGT #TATAIPL pic.twitter.com/21E3BkY2Vq
— Punjab Kings (@PunjabKingsIPL) April 13, 2023
પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 રને અને રાજસ્થાન રોયલ્સને 5 રને હરાવીને IPL 2023ની સારી શરૂઆત કરી હતી. જોકે, તેમની છેલ્લી મેચમાં તેમને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટે એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. એ જ રીતે ગુજરાત ટાઇટન્સે CSK સામે 5 વિકેટ અને દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે જીત મેળવીને ધમાકેદાર શરૂઆત કરી હતી, પરંતુ આ ટીમને તેની છેલ્લી મેચમાં KKR સામે હારનો સામનો કરવો પડ્યો હતો. રિંકુ સિંહે 5 બોલમાં 5 સિક્સર ફટકારીને KKRને જીત અપાવી હતી.
ઈંગ્લેન્ડનો વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન પંજાબની ટીમમાં સામેલ થઈ ગયો છે. આ સાથે જ ગુજરાતની ટીમમા હાર્દિક પંડ્યા પણ ફરી એકવાર પોતાની ટીમની કેપ્ટનશીપ સંભાળતો જોવા મળશે. આ બંને ઓલરાઉન્ડરોની વાપસીથી બંને ટીમોએ પ્લેઈંગ-11માં થોડો ફેરફાર કરવો પડશે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11
પંજાબ કિંગ્સ
પ્રભસિમરન સિંહ, શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, એમ શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, નાથન એલિસ, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.
ગુજરાત ટાઇટન્સ
રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, આર સાઈ કિશોર.
બંને ટીમોનું પ્રદર્શન આવું રહ્યું છે
IPLની આ સીઝનમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ અત્યાર સુધી ત્રણ મેચ રમી ચૂકી છે. બંને ટીમોએ તેમની પ્રથમ બે મેચ જીતી હતી પરંતુ છેલ્લી મેચમાં તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં બંને ટીમો આ મેચ દ્વારા જીતના ટ્રેક પર પાછા ફરવાનો પ્રયાસ કરશે.