શોધખોળ કરો

PBKS vs LSG Live Score: પંજાબ કિંગ્સે LSG ને શાનદાર રીતે હરાવ્યું, અર્શદીપ અને પ્રભસિમરન સિંહ બન્યા હીરો

PBKS vs LSG Live Updates: સાંજે ૭:૩૦ વાગ્યે મેચ શરૂ, લખનૌ પોઈન્ટ ટેબલમાં ૬ઠ્ઠા અને પંજાબ ૪થા ક્રમે, હેડ-ટુ-હેડમાં લખનૌનો પલડો ભારે, જીત માટે બંને ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા.

Key Events
pbks vs lsg live match ipl 2025 playoff qualification punjab kings vs lucknow super giants PBKS vs LSG Live Score: પંજાબ કિંગ્સે LSG ને શાનદાર રીતે હરાવ્યું, અર્શદીપ અને પ્રભસિમરન સિંહ બન્યા હીરો
PBKS vs LSG
Source : X

Background

PBKS vs LSG Live Match: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ની ૫૩મી મેચ આજે, શનિવાર, ૪ મેના રોજ હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે રમાશે. આ મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થશે અને પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી અત્યંત મહત્વપૂર્ણ છે.

પોઈન્ટ ટેબલમાં સ્થિતિ અને પ્લેઓફનું ગણિત:

પોઈન્ટ ટેબલમાં હાલ લખનૌ સુપર જાયન્ટ્સ ૧૦ મેચમાંથી ૫ જીત અને ૫ હાર સાથે ૧૦ પોઈન્ટ મેળવી ૬ઠ્ઠા સ્થાને છે. તેમને પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે આગામી ૪ મેચમાંથી ઓછામાં ઓછી ૩ મેચ જીતવાની જરૂર છે. બીજી તરફ, પંજાબ કિંગ્સ પણ પ્લેઓફની રેસમાં છે અને ૧૦ મેચમાંથી ૬ જીત, ૩ હાર અને એક મેચ ડ્રો સાથે ૧૩ પોઈન્ટ મેળવી હાલ ૪થા સ્થાને છે. પંજાબને હવે આગામી ૪ મેચમાંથી ૨ જીતની જરૂર છે.

હેડ-ટુ-હેડ રેકોર્ડ:

IPLના ઇતિહાસમાં અત્યાર સુધીમાં પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો પાંચ વખત એકબીજા સામે ટકરાઈ છે. આ મેચોમાં લખનૌ સુપર જાયન્ટ્સનો પલડો થોડો ભારે રહ્યો છે, જેમણે ત્રણ વખત જીત મેળવી છે, જ્યારે પંજાબ કિંગ્સ બે વાર જીત્યું છે. આજના મુકાબલામાં પંજાબ હેડ-ટુ-હેડ રેકોર્ડમાં લખનૌની બરાબરી કરવાનો પ્રયાસ કરશે, જ્યારે લખનૌ પોતાની લીડ વધારવા માંગશે.

ટોસ અને પ્રથમ બેટિંગ કરનારી ટીમ:

ધર્મશાળામાં રમાઈ રહેલી આ મહત્વની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આથી, પંજાબ કિંગ્સની ટીમ પ્રથમ બેટિંગ કરશે અને લખનૌ સામે એક મજબૂત લક્ષ્યાંક મૂકવાનો પ્રયાસ કરશે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન (અહેવાલો મુજબ):

પંજાબ કિંગ્સ (PBKS): પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, શ્રેયસ અય્યર (કેપ્ટન), જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કો જોન્સન, અઝમતુલ્લા ઉમરઝાઈ, સૂર્યાંશ શેડગે, ઝેવિયર બાર્ટલેટ અને યુઝવેન્દ્ર ચહલ.

ઇમ્પેક્ટ પ્લેયર વિકલ્પ: અર્શદીપ સિંહ.

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG): એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ડેવિડ મિલર, અબ્દુલ સમદ, આયુષ બદોની, દિગ્વેશ સિંહ રાઠી, રવિ બિશ્નોઈ, અવેશ ખાન અને પ્રિન્સ યાદવ.

ઇમ્પેક્ટ પ્લેયર વિકલ્પ: મયંક યાદવ.

23:23 PM (IST)  •  04 May 2025

PBKS vs LSG Full Highlights: પંજાબનો પંજો પડ્યો ભારે! લખનૌને ધૂળ ચટાડી પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે ધમાકો!

અર્શદીપ સિંહ અને અઝમતુલ્લાહ ઓમરઝાઈની ઘાતક બોલિંગ અને પ્રભસિમરન સિંહની તોફાની બેટિંગના જોરે પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 37 રનથી કારમી હાર આપી છે. આ જીત સાથે પંજાબ કિંગ્સ આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલમાં સીધું બીજા સ્થાને પહોંચી ગયું છે.

લખનૌને જીતવા માટે 237 રનનો જંગી લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ અર્શદીપ સિંહે પોતાની ચાર ઓવરમાં માત્ર 16 રન આપીને ત્રણ મહત્વની વિકેટો ઝડપી પાડી હતી. બીજી તરફ, ઓમરઝાઈએ પણ ચાર ઓવરમાં 33 રન આપીને બે વિકેટો પોતાના નામે કરી હતી. આ શાનદાર બોલિંગના કારણે પંજાબ લખનૌને 20 ઓવરમાં માત્ર 199 રન સુધી સીમિત રાખવામાં સફળ રહ્યું હતું.

લખનૌ તરફથી આયુષ બદોનીએ લડાયક 74 રનની ઇનિંગ રમી હતી, જ્યારે અબ્દુલ સમદે પણ 45 રનનું યોગદાન આપ્યું હતું. જો કે, તેમની આ ઇનિંગ ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહી હતી.

આ પહેલા, પંજાબ કિંગ્સે પ્રભસિમરન સિંહની 48 બોલમાં 91 રનની તોફાની ઇનિંગના આધારે લખનૌને 237 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયરે પણ 45 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. લખનૌના બોલરોમાં આકાશ સિંહ અને દિગ્વેશ રાઠીએ બે-બે વિકેટ લીધી હતી.

23:19 PM (IST)  •  04 May 2025

PBKS vs LSG Live Score: ચહલે બદોનીની વિકેટ લીધી

સાતમી વિકેટ ૧૯.૧ ઓવરમાં ૧૮૮ રનના સ્કોરે પડી ગઈ. આયુષ બદોની 40 બોલમાં 74 રન બનાવીને આઉટ થયો હતો. યુઝવેન્દ્ર ચહલે તેની વિકેટ લીધી છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Embed widget