IPLની એક સિઝનમાં સૌથી વધુ સિક્સર RCBની ટીમને પડી, અનિચ્છનીય રેકોર્ડમાં KKRને પછાડી
આ મેચમાં RCBના બોલરોની બોલિંગમાં અનેક છગ્ગા પડ્યા હતા. કેએલ રાહુલે આરસીબીના બોલરોને 5 સિક્સ ફટકારી હતી.
Eliminator Match: IPLમાં 25 મેના રોજ યોજાયેલી એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો હતો. તે IPLની એક સિઝનમાં સૌથી વધુ સિક્સર આપનારી ટીમ બની છે. આ અનિચ્છનીય રેકોર્ડમાં તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને પાછળ છોડી દીધો, જેણે આઈપીએલ 2018માં 135 સિક્સર ફટકારી હતી.
આરસીબી (RCB) તરફથી આ શરમજનક રેકોર્ડ લખનૌની બેટિંગ દરમિયાન 17મી ઓવરમાં બન્યો હતો. આરસીબીનો સ્પિનર વાનિન્દુ હસરંગા 17મી ઓવર ફેંકી રહ્યો હતો. પોતાની ઓવરના ત્રીજા બોલ પર કેએલ રાહુલે બોલ સીધો બાઉન્ડ્રીની પાર મોકલી દીધો. IPL 2022 (આઈપીએલ 2022) માં RCBને ફટકારવામાં આવેલ આ 136મી સિક્સ હતો. આ પછી લખનૌના દુસ્મંથા ચમીરાએ પણ છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલને સિક્સર ફટકારી હતી. આ રીતે આરસીબીએ આ સિઝનમાં કુલ 137 સિક્સર આપી છે.
લખનૌ સામે RCBને 14 છગ્ગા ફટકારવામાં આવ્યા
આ મેચમાં RCBના બોલરોની બોલિંગમાં અનેક છગ્ગા પડ્યા હતા. કેએલ રાહુલે આરસીબીના બોલરોને 5 સિક્સ ફટકારી હતી જ્યારે દીપક હુડ્ડાએ પણ 4 જોરદાર સિક્સર ફટકારી હતી. લખનૌના અન્ય 4 બેટ્સમેનોએ પણ અહીં સિક્સર ફટકારી હતી. આ રીતે આરસીબીના બોલરોને આ મેચમાં કુલ 14 છગ્ગા પડ્યા હતા. જો કે આટલી બધી સિક્સર ખાવા છતાં RCB આ મેચ જીતવામાં સફળ રહી.
એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા સાથે ટોચની 4 ટીમ
RCB (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) હવે આ યાદીમાં 137 છગ્ગા સાથે ટોચ પર છે. બીજા નંબર પર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) છે, જેણે વર્ષ 2018માં 135 છગ્ગા પડ્યા હતા. અહીં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ત્રીજા સ્થાને છે. CSKને પણ IPL 2018માં 131 સિક્સ પડી હતી. આ યાદીમાં ચોથો નંબર રાજસ્થાન રોયલ્સ (RR)નો છે. IPL 2010માં RRને 128 સિક્સર પડી હતી.