KKR vs RCB Live Score: રોમાંચક મેચમાં બેગ્લોરે કોલકત્તાને ત્રણ વિકેટથી હરાવ્યું, હસરંગાની ચાર વિકેટ
IPL 2022, Match 6, KKR Vs RCB: આઇપીએલમાં આજે કોલકત્તા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે
LIVE
Background
Kolkata Knight Riders vs Royal Challenges Bangalore: આઇપીએલમાં આજે કોલકત્તા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકત્તા પ્રથમ બેટિંગ કરશે. રોયલ ચેલેન્જર્સ બેગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. IPLની આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી તમામ મેચોમાં ટોસ જીતનારી ટીમોએ પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું છે.
બેગ્લોરની જીત
આરસીબીને જીતવા માટે છેલ્લી ઓવરમાં 7 રનની જરૂર હતી. આન્દ્રે રસેલે આ ઓવર કરી હતી. ઓવરના પહેલા બોલ પર દિનેશ કાર્તિકે સિક્સર અને બીજા બોલ પર ફોર ફટકારીને ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી હતી. આરસીબીએ આ મેચ 3 વિકેટે જીતી લીધી હતી. કેકેઆરના બોલરોએ પણ સારું પ્રદર્શન કર્યું હતું. KKRના ટિમ સાઉથીએ ત્રણ વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે બે વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણને પણ એક-એક વિકેટ મળી હતી.
128 રનમાં ઓલઆઉટ કોલકત્તા
RCB સામે મેચ જીતવા માટે 129 રનનો આસાન ટાર્ગેટ છે. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. જ્યારે RCB તરફથી વાનિન્દુ હસરંગાએ સૌથી વધુ 4 અને આકાશ દીપે 3 વિકેટ લીધી હતી. હર્ષલ પટેલને 2 સફળતા મળી હતી.
કોલકત્તાનો ધબકડો
કોલકાતાની ટીમે 99 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. હર્ષલ પટેલે 83ના સ્કોર પર સેમ બિલિંગ્સને આઉટ કર્યો હતો. આ પછી આન્દ્રે રસેલ પણ આઉટ થઇ ગયો હતો. હર્ષલે બે ઓવરમાં કોઈ રન આપ્યા વિના બે વિકેટ ઝડપી હતી.
હસરંગાએ સતત બે વિકેટ ઝડપી
વેનિંદુ હસરંગાએ પહેલા સુનીલ નારાયણ (12) અને પછી શેલ્ડન જેક્સન (0)ને આઉટ કર્યા હતા. કોલકાતાની 6 વિકેટ પડી ગઈ છે. KKRએ 9 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 67 રન બનાવ્યા છે.
નીતિશ રાણા આઉટ
રહાણેના આઉટ થયા બાદ નીતિશ રાણા 10 રન બનાવીને આઉટ થયો હતો. કોલકત્તાને ત્રીજો ઝટકો લાગ્યો છે. KKRનો સ્કોર 6 ઓવર પછી 44/3