LSG vs RCB: એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જામશે જંગ, અહીં ખુબ વાગે છે છગ્ગા, જાણો આજે અહીં કેવો છે પીચનો મિજાજ.....
ખાસ વાત છે કે, બેંગ્લુંરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બાઉન્ડ્રી ખુબ નાની છે. અહીંની પીચ પણ બેટિંગ ફ્રેન્ડલી છે. છેલ્લી પાંચ આઈપીએલ સિઝનમાં અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો એવરેજ સ્કૉર 183 રહ્યો છે.
RCB vs LSG Pitch Report: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 10 એપ્રિલે એક મોટી મેચ રમાશે, આજે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે વચ્ચે જંગ જામશે, આ બન્ને ટીમો બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. આ મેદાન પર IPLમાં અત્યાર સુધી રનોનો ઢગલો થયો છે, અને છગ્ગા-ચોગ્ગાની રમઝટ પણ જામી છે. આજની મેચમાં પણ છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે. જાણો...
ખાસ વાત છે કે, બેંગ્લુંરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બાઉન્ડ્રી ખુબ નાની છે. અહીંની પીચ પણ બેટિંગ ફ્રેન્ડલી છે. છેલ્લી પાંચ આઈપીએલ સિઝનમાં અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો એવરેજ સ્કૉર 183 રહ્યો છે. આ દરમિયાન દરેક મેચમાં સરેરાશ 18 સિક્સર પણ ફટકારવામાં આવી છે. આ મેદાન IPLમાં સૌથી વધુ સિક્સર ફ્રેન્ડલી મેદાન પણ ગણી શકાય. જોકે, સ્પિનરોએ છેલ્લી 5 સિઝનમાં અહીં સારું પ્રદર્શન કર્યું છે. ફાસ્ટ બૉલરો કરતાં સ્પિનરોએ અહીં ઓછા રન આપ્યા છે. આ પીચ પર ફાસ્ટ બૉલરોએ 9.8ના ઈકોનોમી રેટથી રન આપ્યા છે, જ્યારે સ્પિનરોએ અહીં માત્ર 8.1ના ઈકોનોમી રેટથી બૉલિંગ કરી છે.
આજે પણ રનોનો થશે વરસાદ
ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ પર આજે પણ રનોનો વરસાદ જોવા મળી શકે છે. લખનઉ અને બેંગ્લૉરની ટીમો વિસ્ફોટક બેટ્સમેનથી ભરેલી છે, તેથી દર્શકોને છગ્ગા-ચોગ્ગા જોવાનો મોકો મળી શકે છે. અહીં ટૉસ જીતનારી ટીમ પહેલા બૉલિંગ કરવા માંગશે, કેમ કે અહીં લક્ષ્યનો પીછો કરનારી ટીમનો સક્સેસ રેટ ખુબ ઊંચો છે.
આરસીબી ફરીથી આત્મવિશ્વાસ મેળવવા માંગશે
ઉલ્લેખનીય છે કે, આરસીબી કોઈપણ કિંમતે આ મેચ જીતવા માંગશે. ખરેખરમાં, ગઇ મેચમાં KKRએ RCBની ટીમને 81 રને માત આપી હતી, આ મોટી હારથી આરસીબીના ખેલાડીઓનું મનોબળ મહદઅંશે તૂટી ગયું હશે, આવી સ્થિતિમાં આ ટીમ મેચ જીતીને ફરીથી આત્મવિશ્વાસ મેળવવા ઈચ્છશે. આરસીબીએ આ સિઝનમાં બે મેચ રમી છે. આમાં તેમને એકમાં હાર અને એકમાં જીત મળી છે. બીજીબાજુ લખનઉની ટીમે તેની ત્રણમાંથી બે મેચ જીતી છે.
Memories galore with our former players, now in LSG! 🔥
— Royal Challengers Bangalore (@RCBTweets) April 10, 2023
Let's have a great one tonight, boys! 🤝#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #RCBvLSG pic.twitter.com/BlKtpDDR9Y
#LSGBrigade, pick your side to take up the Chinnaswamy challenge? 🧐💭#RCBvLSG | #IPL2023 | #LucknowSuperGiants | #LSG | #GazabAndaz pic.twitter.com/f2s0VKSufF
— Lucknow Super Giants (@LucknowIPL) April 10, 2023
Here are the @RCBTweets captains throughout the years.... but who's missing? 🧐#RCBvLSG #IPL2023 pic.twitter.com/SNeQ4OOxrq
— 100MB (@100MasterBlastr) April 10, 2023
Match Day! 🤩
— Kunal Yadav (@kunaalyaadav) April 10, 2023
Who are you supporting ??#KLRahul | #LSG | #IPL2023 | #RCBvLSG pic.twitter.com/9hzk6BUlda