IPL 2025 Final Prize Money: IPLની ચેમ્પિયન અને હારનારી ટીમને કેટલા રૂપિયા મળશે? પર્પલ-ઓરેન્જ કેપ વિનર્સ અંગે પણ જાણો
IPL 2025નું ટાઇટલ જીતનાર ટીમને એક, બે કે પાંચ નહીં પરંતુ પૂરા 20 કરોડ રૂપિયા મળશે.

RCB vs PBKS Final: આજે ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની ટ્રોફી માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે સીધી ટક્કર પહેલા, દરેક વ્યક્તિ વિચારી રહી છે કે IPL જીતનાર ટીમને કેટલા રૂપિયા મળશે. ઉપરાંત, પ્રશ્ન એ છે કે ફાઇનલ મેચમાં હારનાર ટીમને કેટલા પૈસા મળશે. પર્પલ કેપ અને ઓરેન્જ કેપ વિજેતાને કેટલા લાખ મળે છે.
IPL વિજેતા ટીમને કેટલા કરોડ રૂપિયા મળે છે?
IPL 2025નું ટાઇટલ જીતનાર ટીમને એક, બે કે પાંચ નહીં પરંતુ પૂરા 20 કરોડ રૂપિયા મળશે. IPLની ફાઇનલ મેચમાં હારનાર ટીમ એટલે કે રનર-અપને 13 કરોડ રૂપિયા મળશે.
પર્પલ કેપ અને ઓરેન્જ કેપ વિજેતાને કેટલા પૈસા મળશે?
સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ મળે છે. આ ઉપરાંત 10 લાખ રૂપિયા પણ આપવામાં આવે છે. સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. તે બોલરને પણ 10 લાખ રૂપિયા મળે છે.
અહીં જાણો દરેક ખેલાડીને કેટલી રકમ મળે છે
IPL 2025: વ્યક્તિગત પુરસ્કારો અને રકમ
ઓરેન્જ કેપ - 10 લાખ રૂપિયા
પર્પલ કેપ - 10 લાખ રૂપિયા
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન- 20 લાખ રૂપિયા
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન - 10 લાખ રૂપિયા
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન - 10 લાખ રૂપિયા
પાવર પ્લેયર ઓફ ધ સીઝન - 10 લાખ રૂપિયા
એક સીઝનમાં સૌથી વધુ સિક્સ - 10 લાખ રૂપિયા
ગેમ ચેન્જર ઓફ ધ સીઝન - 10 લાખ રૂપિયા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટિંગ માટે ખૂબ જ અનુકૂળ રહી છે. જેમ કે આઈપીએલ 2025 ક્વોલિફાયર-2 માં જોવા મળ્યું હતું, જ્યાં મુંબઈ અને પંજાબ બંને ટીમોએ 200 રન બનાવ્યા હતા. મુંબઈએ 203 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19મી ઓવરમાં સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું. હવે અંતિમ મેચમાં પણ હાઇ-સ્કોરિંગ મેચ જોવા મળે તેવી અપેક્ષાઓ છે. ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે, કારણ કે આ પિચ પર રન ચેઝ ખૂબ ફાયદાકારક રહ્યો છે. આરસીબી અને પંજાબ વચ્ચેની આઈપીએલ 2025ની ફાઈનલ મેચ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર જોઈ શકાશે. લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ પર જોઈ શકાશે.
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ-11
પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વઢેરા, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, કાઈલ જેમિસન, વિજયકુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
બેંગલુરુની સંભવિત પ્લેઇંગ-11
વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા.




















