શોધખોળ કરો

Video: RCB vs PBKS: રજત પાટીદારે ફટકારી 102 મીટર લાંબી સિક્સ, મેચ જોવા આવેલા વૃદ્ધના માથા પર વાગ્યો બોલ

પંજાબ તરફથી ઓપનર જોની બેયરસ્ટોએ 29 બોલમાં 66 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેના સિવાય લિવિંગસ્ટોને 42 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી

મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં પંજાબે બેંગ્લોરને 54 રને હરાવ્યું હતું. 210 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ 9 વિકેટે 155 રન જ બનાવી શકી હતી. પંજાબ માટે આ મેચમાં રબાડાએ 21 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેના સિવાય રાહુલ ચહર અને ઋષિ ધવનને પણ 2-2 વિકેટ લીધી હતી. આ જીત સાથે પંજાબે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. પંજાબ કિંગ્સ માટે સિઝનમાં આ છઠ્ઠી જીત છે.

પંજાબ તરફથી ઓપનર જોની બેયરસ્ટોએ 29 બોલમાં 66 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેના સિવાય લિવિંગસ્ટોને 42 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી. 210 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બેગ્લોરની શરૂઆત સારી રહી નહોતી. આ દરમિયાન કોહલી ફરી એકવાર ઓછા રન બનાવી આઉટ થયો હતો. કોહલી આ મેચમાં 20 રન બનાવીને રબાડાનો શિકાર બન્યો હતો. તેના આઉટ થયા બાદ ફાફ પણ 10 રન બનાવીને ઋષિ ધવનનો શિકાર બન્યો હતો. આ પછી મહિપાલને પણ ઋષિએ આઉટ કર્યો હતો.

3 વિકેટ પડ્યા બાદ રજત અને મેક્સવેલે ટીમની કમાન સંભાળી હતી. બંનેએ 64 રનની ભાગીદારી કરી હતી. ખતરનાક બની રહેતી આ ભાગીદારી સ્પિનર રાહુલ ચહરે તોડી હતી. જોકે આ અગાઉ રજત પાટીદારે 102 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. દરમિયાન બોલ મેચ જોવા આવેલા એક વૃદ્ધના માથામાં વાગ્યો હતો. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

 મેક્સવેલે 35 રન બનાવ્યા હતા

210 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત સારી રહી નહોતી. ચોથી ઓવરમાં વિરાટ કોહલી 14 બોલમાં 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી 5મી ઓવરમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 8 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. આ જ ઓવરમાં મહિપાલ લોમરોર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 11મી ઓવરમાં રજત પાટીદાર 21 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ગ્લેન મેક્સવેલે 22 બોલમાં 35, દિનેશ કાર્તિકે 11 બોલમાં 11, શાહબાઝ અહેમદે 14 બોલમાં 9, હર્ષલ પટેલે 7 બોલમાં 11 અને વનિન્દુ હસરંગાએ 3 બોલમાં 1 રન બનાવ્યા હતા. આરસીબી 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 155 રન જ બનાવી શકી હતી. પંજાબે આ મેચ 54 રને જીતી લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીને દાદાના આશીર્વાદ
Hun To Bolish : હું તો બોલીશ : રોડનું રિ-કાર્પેટિંગ કે મેકઅપ ?
Hun To Bolish : હું તો બોલીશ : 'પટ્ટા' કોણ કોના ઉતારશે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
શું તમને પણ જમ્યા પછી તરત જ ફળ ખાવાની ટેવ છે? જાણો તેના નુકસાન
શું તમને પણ જમ્યા પછી તરત જ ફળ ખાવાની ટેવ છે? જાણો તેના નુકસાન
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
New Chief Justice of India: જસ્ટિસ સૂર્યકાંતે લીધા શપથ, દેશના 53મા ચીફ જસ્ટિસ બન્યા
New Chief Justice of India: જસ્ટિસ સૂર્યકાંતે લીધા શપથ, દેશના 53મા ચીફ જસ્ટિસ બન્યા
Embed widget