RCB vs RR: રાજસ્થાન રોયલ્સની 29 રનથી જીત, 115 રનમાં બેંગ્લોર ઓલ આઉટ, કુલદીપ સેને 4 અને અશ્વિને 3 વિકેટ લીધી
ઈંડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં ટીમોની ટક્કર અને રોમાંચક મેચો યથાવત છે. આજે આ શ્રેણીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે મુકાબલો છે.

Background
ઈંડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં ટીમોની ટક્કર અને રોમાંચક મેચો યથાવત છે. આજે આ શ્રેણીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે મુકાબલો છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. બેંગ્લુરુની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ચાલો જાણીએ આજની મેચમાં કોણ બાજી મારી શકે છે અને શું છે ભૂતકાળની મેચોના આંકડા.
બેંગ્લોર અને રાજસ્થાનના હેડ ટૂ હેડ આંકડાઃ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમાયેલી અત્યાર સુધીની મેચોના આંકડા જોઈએ તો RCBની ટીમનું પલ્લુ ભારે છે. આ બંને ટીમો વચ્ચે રમાયેલી અત્યાર સુધીની મેચોમાંથી 13 મેચોમાં બેંગ્લોર અને 10 મેચોમાં રાજસ્થાનની જીત થઈ હતી. ભૂતકાળની મેચોના આંકડામાં ભલે બેંગ્લોરની ટીમ મજબૂત દેખાઈ રહી હોય પરંતુ આ સીઝનની રાજસ્થાન રોયલ્સની ટીમ પણ ઘણી અલગ છે અને અત્યાર સુધી સારું પ્રદર્શન કરી ચુકી છે.
કઈ ટીમ મજબૂતઃ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સમાં સંજુ સેમસનની ટીમ મજબુત છે. બેટિંગ અને બોલિંગ એમ બંને વિભાગમાં રાજસ્થાનની ટીમમાં સારા ખેલાડી છે. આજની મેચમાં રાજસ્થાનની જીતની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. જો કે ટોસ કોણ જીતે છે તેના ઉપર પણ મેચનું પરિણામ નિર્ભર રહી શકે છે. પહેલાં બોલિંગ કરનાર ટીમને ફાયદો મળવાની પુરી શક્યતા છે.
રાજસ્થાનના બોલર સામે બેંગ્લોરના બેટ્સમેન ના ચાલ્યા
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 39મી મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 29 રનથી હરાવ્યું હતું. રાજસ્થાનની આઠ મેચોમાં આ છઠ્ઠી જીત છે. આ સાથે RCBની 9 મેચોમાં આ ચોથી હાર છે.
પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગના અણનમ 56 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 19.3 ઓવરમાં માત્ર 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન માટે યુવા ઝડપી બોલર કુલદીપ સેને 3.3 ઓવરમાં માત્ર 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય રવિચંદ્રન અશ્વિને પણ 3 વિકેટ ઝડપી હતી.
રાજસ્થાન રોયલ્સની 29 રનથી જીત થઈ
રાજસ્થાન રોયલ્સની 29 રનથી જીત થઈ. 19.3 ઓવરમાં 115 રન ઉપર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની તમામ વિકેટ પડી ગઈ હતી.




















