RR vs RCB : બેંગ્લુરુએ રાજસ્થાનને 9 વિકેટથી આપી હાર, કોહલી-સોલ્ટનું શાનદાર પ્રદર્શન
IPL 2025માં આજે પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં યોજાવાની છે.

Background
Rajasthan Royals vs Royal Challengers Bengaluru, IPL 2025 Match 29: IPL 2025માં આજે પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં યોજાવાની છે, જે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.
રાજસ્થાનની ટીમે વર્તમાન સિઝનમાં અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાંથી બે જીત નોંધાવી છે. સંજુ સેમસનની કપ્તાનીવાળી આ ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. જ્યારે RCBએ 5માંથી 3 મેચ જીતી છે અને આ ટીમ ટેબલમાં 5માં નંબર પર છે.
હેડ ટુ હેડ આંકડા
જો આપણે હેડ ટુ હેડ આંકડાઓની વાત કરીએ તો રાજસ્થાન અને બેંગલુરુ સ્પર્ધાત્મક ટીમો રહી છે. IPLના ઈતિહાસમાં અત્યાર સુધી તેમની વચ્ચે 32 મેચ રમાઈ છે, જેમાં RCB 15 વખત અને રાજસ્થાનની ટીમ 14 વખત જીતી છે. તેની 3 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.
તેમનો છેલ્લો મુકાબલો IPL 2024 ની એલિમિનેટર મેચમાં થયો હતો, જેમાં રાજસ્થાને બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું હતું. છેલ્લી 5 મેચોની વાત કરીએ તો રાજસ્થાન 3 વખત અને RCB બે વખત જીત્યું છે. જ્યારે સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રમાયેલી 9 મેચોમાં રાજસ્થાન રોયલ્સે 5 વખત RCBને હરાવ્યું છે.
પિચ રિપોર્ટ
આઈપીએલ 2025ની આ પહેલી મેચ છે જે જયપુરમાં રમાશે. સવાઈ માન સિંહ સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે મદદરૂપ રહી છે. આ મેદાનની પીચ એકદમ ધીમી માનવામાં આવે છે, જે સ્પિનરોને ઘણી મદદ કરી શકે છે. હાઈ-સ્કોરિંગ મેચો સામાન્ય રીતે અહીં ભાગ્યે જ જોવા મળે છે. સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં પ્રથમ રમતી ટીમ માત્ર 20 વખત જીતી શકી છે, જ્યારે પીછો કરનાર ટીમ 37 વખત સફળ રહી છે. ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
મોટી જીત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ફરી ટોપ-4માં લઈ જઈ શકે છે, બીજી તરફ રાજસ્થાન છેલ્લી મેચમાં ગુજરાતના હાથે મળેલી 58 રનની હારને ભૂલીને પોતાની જીતની ગતિ પાછી મેળવવા ઈચ્છશે.
RR vs RCB: RCBએ રાજસ્થાનને 9 વિકેટે હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025 ની 28મી મેચ જીતી. તેણે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 173 રન બનાવ્યા હતા. તેના માટે યશસ્વી જયસ્વાલે 75 રનની ઇનિંગ રમી હતી. ધ્રુવ જુરેલે 35 રનનું યોગદાન આપ્યું હતું. રિયાન પરાગ 30 રન બનાવીને આઉટ થયો હતો.
રાજસ્થાને આપેલા લક્ષ્યનો પીછો કરતા આરસીબીએ 17.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. કોહલી 62 રને અણનમ રહ્યો હતો
RR vs RCB Live Score:RCB માટે સોલ્ટની વિસ્ફોટક અડધી સદી
ફિલિપ સોલ્ટે વિસ્ફોટક બેટિંગ કરીને RCB માટે અડધી સદી ફટકારી છે. તે 31 બોલમાં 59 રન બનાવીને રમી રહ્યો છે. કોહલી 22 રન બનાવીને રમી રહ્યો છે.
આરસીબીએ 8 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 82 રન બનાવ્યા છે.




















