GT vs DC: કોલકત્તા સામેની મેચમાં ઋષભ પંતે કરી 'ચીટિંગ', વિવાદ થતાં થર્ડ એમ્પાયરે લીધો આવો નિર્ણય, વીડિયો વાયરલ
દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને સિઝનની ત્રીજી જીત નોંધાવી છે. આ પહેલા ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સને હરાવી હતી
Shahrukh Khan Stumping Controversy: દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને આસાનીથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઇટન્સ 17.3 ઓવરમાં માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઋષભ પંતની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સે 8.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ સાથે જ આ જીત બાદ દિલ્હી કેપિટલ્સ ટીમે પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. હવે દિલ્હી કેપિટલ્સ 7 મેચમાં 6 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે આ હાર બાદ શુભમન ગીલની ગુજરાત ટાઇટન્સ સાતમા સ્થાને સરકી ગઈ છે.
ઋષભ પંતે 'ચીટિંગ' કરી કે પછી એમ્પાયરથી થઇ ગઇ ભૂલ ?
જોકે, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ મેચનો વિવાદ સોશિયલ મીડિયા પર સતત હેડલાઇન્સ બની રહ્યો છે. શાહરૂખ ખાનને દિલ્હી કેપિટલ્સના બોલર ટ્રિસ્ટન સ્ટબ્સે સ્ટમ્પ આઉટ કર્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો માને છે કે ઋષભ પંતે આ મામલે 'ચીટિંગ' કરી છે અથવા એમ્પાયરે ભૂલ કરી છે. આથી શાહરૂખ ખાનને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, વીડિયો રિપ્લેમાં એવું લાગી રહ્યું હતું કે પંત સ્ટમ્પિંગ દરમિયાન બોલને યોગ્ય રીતે એકત્રિત કરી શક્યો ન હતો અને તે તેની પાસેથી ફેંકાઈ ગયો હતો. એમ્પાયર માટે નિર્ણય સરળ ન હતો, પરંતુ બોલને અલગ-અલગ એંગલથી જોયા બાદ થર્ડ એમ્પાયરે શાહરૂખ ખાનને આઉટ જાહેર કર્યો હતો.
— Cricket Videos (@cricketvid123) April 17, 2024
દિલ્હી કેપિટલ્સને મળી સિઝનની ત્રીજી જીત
દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને સિઝનની ત્રીજી જીત નોંધાવી છે. આ પહેલા ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સને હરાવી હતી. તેથી, હવે દિલ્હી કેપિટલ્સના 7 મેચમાં 6 પોઈન્ટ છે. દિલ્હી કેપિટલ્સ તેની આગામી મેચ 20 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે.
Rishabh Pant is more fit then Ever. pic.twitter.com/oWQoi12vPo
— Pantastic Pant 𝕏 (@iPantasticPant) April 18, 2024
Rohit Sharma said, "Rishabh Pant is someone who makes me laugh. When I need to laugh, I call him". (Club Prairie Fire). pic.twitter.com/GfNh92oFFM
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 18, 2024
-