IPL 2024: મુંબઈની ટીમને લાગ્યો મોટો ઝટકો ? મિસ્ટર 360 ફિટનેસ ટેસ્ટમાં ફેલ
અહેવાલો અનુસાર, સૂર્યકુમાર યાદવનો આજે એટલે કે 19 માર્ચે ફિટનેસ ટેસ્ટ હતો, જેમાં તે પાસ થયો ન હતો.
![IPL 2024: મુંબઈની ટીમને લાગ્યો મોટો ઝટકો ? મિસ્ટર 360 ફિટનેસ ટેસ્ટમાં ફેલ suryakumar yadav fails fitness test nca ruled out of mumbai indians vs gujarat titans match ipl 2024 IPL 2024: મુંબઈની ટીમને લાગ્યો મોટો ઝટકો ? મિસ્ટર 360 ફિટનેસ ટેસ્ટમાં ફેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/19/e4551c8321a51f752352a97af1056560171086995478178_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL 2024: IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ 24 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે થશે, પરંતુ તે પહેલા જ ટીમને મોટો ઝટકો લાગી શકે છે. કેટલાક અહેવાલો અનુસાર, સૂર્યકુમાર યાદવનો આજે એટલે કે 19 માર્ચે ફિટનેસ ટેસ્ટ હતો, જેમાં તે પાસ થયો ન હતો. તમને જણાવી દઈએ કે યાદવ ગયા વર્ષે ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા સામેની ટી20 મેચ સિરીઝથી પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહ્યો હતો, જેના માટે તેણે 2024ની શરૂઆતમાં સર્જરી પણ કરાવી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ અને તેમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા માટે આ સમાચાર ખૂબ જ ખરાબ અને ખાસ કરીને ડરામણા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂર્યકુમાર યાદવ તેની ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો છે અને તે IPL 2024ની કેટલીક મેચોમાંથી બહાર થઈ ગયો છે.
NCA ફિટનેસ ટેસ્ટમાં ફેલ
અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સૂર્યકુમાર યાદવ અનફિટ હોવાને કારણે શરૂઆતની કેટલીક મેચોમાંથી બહાર રહી શકે છે, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ પર મુસીબતોનો પહાડ નિશ્ચિત છે. મંગળવારે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં સૂર્યકુમાર યાદવનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. યોગ્ય તપાસ કર્યા પછી, ડૉક્ટર અને ફિઝિયોએ હજુ સુધી તેને રમવાની મંજૂરી આપી નથી. આ પછી, યાદવ ગુજરાત સામેની મેચમાંથી બહાર રહેશે તે નક્કી છે, જ્યારે આગામી 2 મેચમાં તેના રમવા પર શંકા છે. એનસીએ ટેસ્ટમાં ફેલ થયા બાદ તેને આખી સિઝનમાંથી બહાર રહેવાનો ખતરો છે. ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થયા બાદ યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે દિલ તૂટી ગયેલું ઈમોજી શેર કરીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.
સૂર્યકુમાર યાદવ છેલ્લે ક્યારે મેદાનમાં ઉતર્યા હતા
સૂર્યકુમાર યાદવ છેલ્લે ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી ટી-20 મેચ દરમિયાન મેદાનમાં જોવા મળ્યો હતો. સાઉથ આફ્રિકા વિરૂદ્ધ T20 સિરીઝની છેલ્લી મેચમાં તેણે માત્ર 56 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા પણ સામેલ હતા. બંને ટીમો વચ્ચેની સીરિઝ 1-1થી બરાબર રહી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ પાસે સૂર્યકુમાર યાદવનો બેકઅપ છે. પંજાબનો ડાબોડી બેટ્સમેન નેહલ વાઢેરા અને કેરળનો વિસ્ફોટક બેટ્સમેન વિષ્ણુ વિનોદ આ ટીમનો ભાગ છે. નેહલને ગયા વર્ષે મુંબઈ દ્વારા તક આપવામાં આવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)