શોધખોળ કરો

RR vs GT Pitch Report: જયપુરમાં રનની થશે વર્ષો કે બોલર મચાવશે તાંડવ, જાણો પિચનો શું છે રેકોર્ડ

RR vs GT Pitch Report: IPL 2025ની 47મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. જાણીએ આ પિચનો શું છે રેકોર્ડ, કેવો છે પિચનો મિજાજ

RR vs GT Pitch Report: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 47મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત 8 માંથી 6 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

જ્યારે રાજસ્થાન રોયલ્સ 9 મેચમાંથી માત્ર 2 મેચ જીતી શકી છે. રાજસ્થાન તેની છેલ્લી 5 મેચ હારી ચૂક્યું છે. આવી સ્થિતિમાં રાજસ્થાન હવે જીતના ટ્રેક પર પરત ફરવાનો પ્રયાસ કરશે. મેચ પહેલા આવો જાણીએ કે જયપુરની પિચની શું હાલત હશે. તેમજ આ મેદાનનો IPL રેકોર્ડ શું છે.

આ સિઝનમાં 2 મેચ રમાઈ હતી

જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ દેશના સૌથી મોટા સ્ટેડિયમોમાંનું એક છે. બંને બાજુઓ ઓછામાં ઓછા 65 મીટરથી વધુ લાંબી છે. જયપુરની પીચ પર હવે રન સરળતાથી થઈ જાય છે. આવી સ્થિતિમાં આજે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. આ મેદાન પર સ્પિનરોની ભૂમિકા મહત્વની બની જાય છે.

જે કેપ્ટન ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આ સિઝનમાં અત્યાર સુધી માત્ર 2 મેચ રમાઈ છે. રાજસ્થાન બંને મેચ હારી ગયું છે. આ મેદાન પર RCBએ 175 રન બનાવ્યા હતા અને રાજસ્થાનને 9 વિકેટે હરાવ્યું હતું. જ્યારે લખનૌએ રાજસ્થાનના ઘરે 180 રન બનાવ્યા હતા અને મેચ 2 રને જીતી લીધી હતી.

IPLની 59 મેચ રમાઈ હતી

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 59 આઈપીએલ મેચો યોજાઈ ચૂકી છે. આ સમયગાળા દરમિયાન, પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ 21 મેચ જીતી છે. ઉપરાંત, પીછો કરતી ટીમે 38 મેચ જીતી છે. આ સિવાય ટોસ જીતનારી ટીમોએ 32 મેચ જીતી છે અને ટોસ હારેલી ટીમોએ 27 મેચ જીતી છે.

સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સના પ્રદર્શનની વાત કરીએ તો તે સરેરાશ છે. રાજસ્થાને ઘરઆંગણે 59 મેચ રમી છે અને 37માં જીત મેળવી છે.આ ઉપરાંત ટીમને 22માં હારનો સામનો કરવો પડ્યો છે.બીજી તરફ ગુજરાતે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર 2 મેચ રમી છે. સારી વાત એ છે કે ગુજરાત આ મેદાન પર એકપણ મેચ હારી નથી. આવી સ્થિતિમાં શુભમન ગિલની નજર હવે જીતની હેટ્રિક પર રહેશે.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
આઈપીએલમાં ક્યો ખેલાડી વેચાયો, ક્યો ન વેચાયો, જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
આઈપીએલમાં ક્યો ખેલાડી વેચાયો, ક્યો ન વેચાયો, જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
Embed widget